PM મોદીનો વિપક્ષ પર પ્રહાર, “તમે INDIA નહીં ઘમંડિયા”

PM મોદી અવિશ્વાસ પ્રસ્તાવનો જવાબ આપી રહ્યા છે. અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર જોરદાર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું, ‘ભારતે આતંકવાદ પર સર્જિકલ હુમલો કર્યો. વિપક્ષને ભારતની સેના પર વિશ્વાસ ન હતો પરંતુ દુશ્મનોના દાવા પર છે. દુનિયામાં જો કોઈ ભારત માટે ખરાબ શબ્દો બોલે છે તો તેને તરત જ પકડી લે છે. દેશના નાગરિકોએ ભારતીય રસીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો પરંતુ વિપક્ષે વિશ્વાન ન કર્યો. વિપક્ષને ભારતના લોકો અને ભારતની ક્ષમતામાં વિશ્વાસ નથી.

 

વિપક્ષ સામે જનતામાં ‘અવિશ્વાસ’

વડાપ્રધાને કહ્યું, ‘દેશના લોકોમાં કોંગ્રેસમાં અવિશ્વાસની લાગણી ખૂબ જ ઊંડી છે. કોંગ્રેસ પોતાના અભિમાનમાં ચકનાચૂર થઈ ગઈ છે. જ્યારે પીએમ મોદી ગૃહને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે વિપક્ષી સાંસદો મણિપુર પર બોલવા માટે નારા લગાવી રહ્યા હતા. આ દરમિયાન વડાપ્રધાને કહ્યું કે વિપક્ષી દળોએ સાથે મળીને બેંગલુરુમાં યુપીએના અંતિમ સંસ્કાર કર્યા. મારે પહેલા મારી સંવેદના વ્યક્ત કરવી જોઈતી હતી પરંતુ વિલંબ મારી ભૂલ નથી. તમારી ભૂલ છે કારણ કે એક તરફ તમે યુપીએનો કાર્યક્રમ કરી રહ્યા હતા, તો બીજી તરફ તમે ઉજવણી કરી રહ્યા હતા. તમે ખંડેર પર નવું પ્લાસ્ટર કરીને ઉજવણી કરી રહ્યા હતા. તમે દાયકાઓ જૂના ખટારા વાહનને ઇલેક્ટ્રિક વાહન તરીકે બતાવવા માટે આ ઇવેન્ટનું આયોજન કર્યું હતું. પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું, ‘તિરંગા ઝંડાની શક્તિ જોઈને તેમણે તેને પાર્ટીનું પ્રતીક બનાવી દીધું. લોકોને રીઝવવા ગાંધીનું નામ ચોર્યું. ચૂંટણી ચિહ્ન ગાય અને વાછરડાની ચોરી કરી. આ I.N.D.I.A ગઠબંધન નથી, તે ઘમંડી ગઠબંધન છે. દરેક વ્યક્તિ વરરાજા બનવા માંગે છે. દરેક વ્યક્તિએ વડાપ્રધાન બનવું છે.