PM નરેન્દ્ર મોદી હાલમાં ત્રણ દિવસની ફિલિપાઈન્સ મુલાકાતે છે. મંગળવારે તેઓ મનીલામાં યોજાઈ રહેલી 23મી આસિયાન-ભારત સમિટ અને 21મી પૂર્વ એશિયા સમિટમાં ભાગ લેશે. આ દરમિયાન PM મોદીએ મનીલાના ઐતિહાસિક ખાલસા દીવાન ગુરુદ્વારાની મુલાકાત લીધી હતી અને તેના પુનર્વિકાસ કાર્યના શિલાન્યાસ સમારોહમાં ભાગ લીધો હતો. તેમણે ગુરુદ્વારામાં કાર સેવા પણ કરી હતી.

100 વર્ષથી પણ જૂનો છે ખાલસા દીવાન ગુરુદ્વારા
મનીલામાં આવેલું ખાલસા દીવાન ગુરુદ્વારા 100 વર્ષથી પણ વધુ જૂનું છે.વર્ષ 1929માં ભારતમાંથી મનીલા આવેલા પંજાબી સમુદાયના લોકોએ આ ગુરુદ્વારાનું નિર્માણ કરાવ્યું હતું. હવે તેના પુનર્વિકાસનું કામ હાથ ધરવામાં આવી રહ્યું છે.
આસિયાન સમિટમાં ભાગ લેવા પહોંચ્યા છે PM મોદી
PM મોદી પોતાની ત્રણ દિવસની ફિલિપાઈન્સ મુલાકાત દરમિયાન 23મી આસિયાન-ભારત સમિટ અને 21મી પૂર્વ એશિયા સમિટમાં ભાગ લેશે. આ ઉપરાંત તેઓ ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ માર્કોસ સાથે દ્વિપક્ષીય બેઠક પણ કરશે.
ઉલ્લેખનીય છે કે આસિયાનની સ્થાપના વર્ષ 1967માં થઈ હતી. હાલમાં આ સંગઠનમાં 11 દેશોનો સમાવેશ થાય છે. જેમાં બ્રુનેઈ, કંબોડિયા, ઇન્ડોનેશિયા, લાઓસ, મલેશિયા, મ્યાનમાર, ફિલિપાઈન્સ, સિંગાપોર, થાઈલેન્ડ, તિમોર-લેસ્તે અને વિયેતનામનો સમાવેશ થાય છે. ભારત, અમેરિકા, ચીન, જાપાન અને ઓસ્ટ્રેલિયા સહિતના દેશો તેના સંવાદ ભાગીદારો છે.






