કિર્ગિસ્તાનની રાજધાની બિશ્કેક ખાતે આયોજિત શાંઘાઈ સહયોગ સંગઠન (SCO) શિખર સંમેલન દરમિયાન વૈશ્વિક કૂટનીતિનો મોટો મંચ જોવા મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશકિયન સાથે દ્વિપક્ષીય બેઠક યોજી હતી. પશ્ચિમ એશિયામાં સર્જાયેલા રાજકીય અસ્થિરતાના માહોલ અને ખાસ કરીને ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ આસપાસ વધી રહેલા સૈન્ય તણાવ બાદ બંને દેશોના વડાઓ વચ્ચે આ પ્રથમ પ્રત્યક્ષ મુલાકાત છે.
Dr. Masoud Pezeshkian, President of the Islamic Republic of Iran, met and held talks with Shri Narendra Modi, Prime Minister of India, during the first leg of his visit to Kyrgyzstan to attend and address the Shanghai Cooperation Organisation (SCO) Summit and the Shanghai Plus… pic.twitter.com/I46TvGG7dP
— Iran in India (@Iran_in_India) August 31, 2026
પશ્ચિમ એશિયાની શાંતિ અને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર મંથન
જોકે આ બેઠક અંગેની સત્તાવાર વિગતો ગુપ્ત રાખવામાં આવી છે, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર આ વાટાઘાટોમાં પશ્ચિમ એશિયાની વણસતી પરિસ્થિતિ, દરિયાઈ વેપાર માર્ગોની સુરક્ષા અને પ્રાદેશિક સ્થિરતા મુખ્ય મુદ્દો રહ્યા હતા. ભારતમાં સ્થિત ઈરાની દૂતાવાસે સોશિયલ મીડિયા પર આ બેઠકની પુષ્ટિ કરતાં જણાવ્યું હતું કે રાષ્ટ્રપતિ પેઝેશકિયને SCO અને ‘શાંઘાઈ પ્લસ’ સમિટ દરમિયાન વડાપ્રધાન મોદી સાથે વિચાર-વિમર્શ કર્યો હતો.
ઈરાને ક્ષેત્રીય સ્થિરતા અને કૂટનીતિ પર મૂક્યો ભાર
ઈરાન અને અમેરિકા વચ્ચે વધી રહેલા ઘર્ષણ વચ્ચે રાષ્ટ્રપતિ પેઝેશકિયને ભારપૂર્વક જણાવ્યું છે કે તેમનો દેશ યુદ્ધ ઈચ્છતો નથી, પરંતુ કોઈ પણ વિદેશી આક્રમણનો આકરો જવાબ આપવામાં આવશે. તેમણે ક્ષેત્રીય સ્થિરતા જાળવવા પર ભાર મૂકતા ચેતવણી આપી હતી કે લાંબા ગાળાની અસ્થિરતા સમગ્ર ક્ષેત્રના આર્થિક અને સુરક્ષા હિતોને નુકસાન પહોંચાડી શકે છે. સ્વતંત્ર વલણ ધરાવતા દેશોને એકમંચ પર લાવવામાં તેમણે SCOની ભૂમિકાને બિરદાવી હતી.
A wonderful meeting with Prime Minister of Armenia, Mr. Nikol Pashinyan on the sidelines of the SCO Summit in Bishkek.
India-Armenia cooperation is all set to grow in defence, IT, space, education, pharmaceuticals and more.
We are equally certain to deepen trade and… pic.twitter.com/y2W7ToY5GB
— Narendra Modi (@narendramodi) August 31, 2026
રશિયા અને આર્મેનિયાના નેતાઓ સાથે પણ PM મોદીની મુલાકાત
આ શિખર સંમેલન દરમિયાન વડાપ્રધાન મોદીએ આર્મેનિયાના વડાપ્રધાન નિકોલ પશિન્યાન સાથે પણ દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી. બંને નેતાઓએ સંરક્ષણ, વેપાર, ફાર્માસ્યુટિકલ્સ, વિજ્ઞાન-ટેકનોલોજી અને શિક્ષણ ક્ષેત્રે ભાગીદારી મજબૂત કરવા પર ચર્ચા કરી હતી. આ ઉપરાંત, પીએમ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે પણ મુલાકાત કરી હતી અને કિર્ગિસ્તાનના રાષ્ટ્રપતિ સાદિર જાપારોવના નિમંત્રણ પર ‘વર્લ્ડ નોમેડ ગેમ્સ’ના ઉદ્ઘાટન સમારોહમાં ખાસ ઉપસ્થિતિ આપી હતી.




