IPL મેચમાં ખેલાડીઓ કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતર્યા

IPL માં આજે મુંબઈ ઇન્ડિયન્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ વચ્ચે મુકાબલો થઈ રહ્યો છે. પરંતુ આ મેચમાં ખેલાડીઓ અને અમ્પાયરો કાળી પટ્ટી પહેરીને મેદાનમાં ઉતર્યા હતા. આ નિર્ણય પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ લેવામાં આવ્યો છે. પહેલગામમાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આ ફેરફાર કરવામાં આવ્યો છે. આ મેચમાં ટોસ જીત્યા બાદ હાર્દિક પંડ્યાએ પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.

આ મેચ અંગે BCCI દ્વારા ચાર મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. સૌ પ્રથમ, અમ્પાયરો અને ખેલાડીઓ હુમલાના પીડિતો માટે શોક વ્યક્ત કરવા માટે IPL મેચ દરમિયાન કાળી પટ્ટી પહેરશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ આ ઘટનાથી ખૂબ જ દુઃખી છે અને બુધવારે હૈદરાબાદ અને મુંબઈ વચ્ચેની મેચ દરમિયાન અસરગ્રસ્ત લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.

સનરાઇઝર્સ હૈદરાબાદ (પ્લેઇંગ ઇલેવન)

અભિષેક શર્મા, ટ્રેવિસ હેડ, ઇશાન કિશન, નીતિશ કુમાર રેડ્ડી, હેનરિક ક્લાસેન, અનિકેત વર્મા, પેટ કમિન્સ, હર્ષલ પટેલ, જયદેવ ઉનડકટ, જીશાન અંસારી, ઇશાન મલિંગા.

બીજી વાત એ છે કે મેચ શરૂ થાય તે પહેલાં એક મિનિટનું મૌન પાળવામાં આવશે. ત્રીજી વાત એ છે કે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં યોજાનારી આ મેચ માટે મેદાન પર કોઈ ચીયરલીડર્સ નહીં હોય. ચોથી વાત એ છે કે આ મેચમાં કોઈ ફટાકડા નહીં ફોડવામાં આવે. એકંદરે બધા સરળતા નિયમોનું પાલન કરવામાં આવશે.

મુંબઈ ઈન્ડિયન્સ (પ્લેઈંગ ઈલેવન)

રેયાન રિકલ્ટન, વિલ જેક્સ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, મિશેલ સેન્ટનર, દીપક ચહર, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રિત બુમરાહ, વિગ્નેશ પુથુર.

SRH vs MI સામસામે

સનરાઇઝર્સ હૈદરાબાદ અત્યાર સુધી સાતમાંથી ફક્ત બે મેચ જીતી શક્યું છે. સનરાઇઝર્સ ટીમ નવમા ક્રમે છે. જ્યારે મુંબઈની ટીમે 8 માંથી 4 મેચ જીતી છે અને છઠ્ઠા સ્થાને છે. અત્યાર સુધી રમાયેલી 24 IPL મેચોમાંથી, SRH એ 10 જીત્યા છે જ્યારે MI એ 14 જીત્યા છે.