મુંબઈ:પાકિસ્તાની એક્ટર ફવાદ ખાનની ફિલ્મ ‘લેજન્ડ ઓફ મૌલા જટ્ટ’ ટૂંક સમયમાં ભારતમાં રિલીઝ થવા જઈ રહી છે. આ દરમિયાન મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ ચેતવણી આપી છે કે આ ફિલ્મને કોઈ પણ સંજોગોમાં મહારાષ્ટ્રમાં રિલીઝ થવા દેવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે પાકિસ્તાની કલાકારોની ફિલ્મોને ભારતમાં કેમ રિલીઝ કરવાની મંજૂરી આપવામાં આવે છે?
રાજ ઠકારેએ પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં કહ્યું કે કળાની કોઈ રાષ્ટ્રીય સીમા હોતી નથી, જે અન્ય મામલોમાં ઠીક છે, પરંતુ પાકિસ્તાન માટે આ બિલકુલ કામ નહીં કરે. ભારતથી નફરતના જોરે અલગ થયેલા દેશમાંથી અભિનેતાએને નાચવાં-ગાવાં અને તેમની ફિલ્મને બતાવવા લાવવા માટે કેવા પ્રકારની કાર્યવાહી કરે છે? સરકારને આ મહારાષ્ટ્ર તો શું દેશના કોઈ પણ રાજ્યમાં રિલીઝ ન થવા દેવી જોઈએ.
થિયેટર માલિકોને રાજ ઠાકરેની ચેતવણી
તેમણે એમ પણ કહ્યું હતું કે, “બાકીના રાજ્યોએ શું કરવું જોઈએ? હાલ તો એ વાત ચોક્કસ છે કે આ ફિલ્મને મહારાષ્ટ્રમાં રિલીઝ થવા દેવામાં નહીં આવે. આ પહેલા પણ જ્યારે આવી ઘટનાઓ બની હતી ત્યારે મહારાષ્ટ્રે આપેલો ફટકો બધાને યાદ છે. નવનિર્માણ સેના, હવે થિયેટર માલિકોને નમ્રતાપૂર્વક વિનંતી કરવામાં આવે છે કે તેઓ ફિલ્મોના સ્ક્રીનિંગની દુવિધામાં ન પડે.”
फवाद खान नावाच्या पाकिस्तानी अभिनेत्याचा, ‘लिजेंड ऑफ मौला जट’ नावाचा सिनेमा लवकरच भारतात प्रदर्शित होणार आहे. महाराष्ट्र नवनिर्माण सेना हा सिनेमा कुठल्याही परिस्थितीत महाराष्ट्रात प्रदर्शित होऊ देणार नाही. पाकिस्तानी कलाकारांचे सिनेमे मुळात भारतात प्रदर्शित का होऊ दिले जातात?…
— Raj Thackeray (@RajThackeray) September 22, 2024
રાજ ઠાકરેએ જણાવ્યું હતું કે, “આ ફિલ્મ રીલિઝ થવાની આસપાસ નવરાત્રીનો તહેવાર શરૂ થશે. હું મહારાષ્ટ્રમાં કોઈ સંઘર્ષ નથી ઈચ્છતો અને આ રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને પોલીસ મહાનિર્દેશકની ઈચ્છા નથી અને અમે ઘર્ષણ ઇચ્છતા પણ નથી, તેથી આપણે સમયસર પગલાં લેવા જોઈએ અને જોવું જોઈએ કે આ ફિલ્મ આપણા દેશમાં રિલીઝ ન થાય.”
તેમણે ઉમેર્યુ કે,”એ ન ભૂલવું જોઈએ કે જો થિયેટર માલિકો, જેઓ મરાઠી ફિલ્મો માટે થિયેટર આપવામાં આનાકાની કરે છે, જો તેઓ પાકિસ્તાની સિનેમાને તેમની ધરતી પર આવવા દે, તો આ ઉદારતા મોંઘી સાબિત થશે. હું ઈચ્છું છું કે કોઈપણ રાજ્ય પાકિસ્તાની માટે થિયેટર ઉપલબ્ધ કરાવે. સિનેમામાં કોઈ સંઘર્ષ ન હોવો જોઈએ અને મને ખાતરી છે કે સરકાર તેના પર યોગ્ય ધ્યાન આપશે.”
તમને જણાવી દઈએ કે ફવાદ ખાનની ‘લેજન્ડ ઓફ મૌલા જટ્ટ’ પાકિસ્તાન અને અન્ય દેશોમાં રિલીઝ થઈ છે અને પાકિસ્તાનની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. હવે ભારતમાં ઝી સ્ટુડિયોએ તેના કોપી રાઈટ્સ ખરીદી લીધા છે, જે તેને 2જી ઓક્ટોબરે રિલીઝ કરી રહ્યાં છે.