પદ્મ પુરસ્કારોની જાહેરાત, 33 હસ્તીઓને મળશે પદ્મશ્રી

ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 2024 માટે 132 પદ્મ પુરસ્કારોને મંજૂરી આપી છે જેમાં પાંચ પદ્મ વિભૂષણ, 17 પદ્મ ભૂષણ અને 110 પદ્મ શ્રી પુરસ્કારોનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ, અભિનેત્રી વૈજયંતિમાલા બાલી, અભિનેતા ચિરંજીવી, ભરતનાટ્યમ નૃત્યાંગના પદ્મા સુબ્રમણ્યમ અને સુલભ ઈન્ટરનેશનલના સ્વર્ગસ્થ બિંદેશ્વર પાઠકને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવશે.

પૂર્વ રાજ્યપાલ રામ નાઈક સહિત 17 હસ્તીઓને પદ્મ ભૂષણ

ઉત્તર પ્રદેશના પૂર્વ રાજ્યપાલ રામ નાઈક, ગાયિકા ઉષા ઉથુપ, પ્યારેલાલ શર્મા સહિત 17 હસ્તીઓને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવશે.

પાર્વતી બરુઆ સહિત આ નાયકોને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા

દેશની પ્રથમ મહિલા હાથી માહુત પાર્વતી બરુઆ, જશપુરના આદિવાસી કલ્યાણ કાર્યકર્તા જગેશ્વર યાદવ અને સેરાઈકેલા ખરસાવાનના આદિવાસી પર્યાવરણવાદી ચામી મુર્મુ સહિત 34 વ્યક્તિઓને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવશે.

નામ  સન્માન
પાર્વતી બરુઆ (આસામ) પદ્મશ્રી
ચામી મુર્મુ (ઝારખંડ) પદ્મશ્રી
જગેશ્વર યાદવ (છત્તીસગઢ) પદ્મશ્રી
ગુરવિંદર સિંહ (હરિયાણા) પદ્મશ્રી
સત્યનારાયણ બેલ્લારી (કેરળ) પદ્મશ્રી
કે ચેલમ્મલ (આંદામાન અને નિકોબાર) પદ્મશ્રી
સંગથાંકીમા (મિઝોરમ) પદ્મશ્રી
હેમચંદ માંઝી (છત્તીસગઢ) પદ્મશ્રી
યાનુંગ જામોહ લેગો (અરુણાચલ પ્રદેશ) પદ્મશ્રી
સોમન્ના (કર્ણાટક) પદ્મશ્રી
પ્રેમા ધનરાજ (કર્ણાટક) પદ્મશ્રી
ઉદય વિશ્વનાથ દેશપાંડે (મહારાષ્ટ્ર) પદ્મશ્રી
યેઝદી માણેકશા ઈટાલિયા (ગુજરાત) પદ્મશ્રી
શાંતિદેવી પાસવાન અને શિવાન પાસવાન (બિહાર) પદ્મશ્રી
રતન કહાર (પશ્ચિમ બંગાળ) પદ્મશ્રી
અશોક કુમાર બિસ્વાસ (બિહાર) પદ્મશ્રી
બાલકૃષ્ણમ સદનમ પુથિયા (કેરળ) પદ્મશ્રી
ઉમા મહેશ્વરી ડી (આંધ્રપ્રદેશ) પદ્મશ્રી
ગોપીનાશ સ્વેન (ઓડિશા) પદ્મશ્રી
સ્મૃતિ રેખા ચકમા (ત્રિપુરા) પદ્મશ્રી
ઓમ પ્રકાશ શર્મા (મધ્યપ્રદેશ) પદ્મશ્રી
નારાયણન ઇપી (કેરળ) પદ્મશ્રી
ભાગવત પધાન (ઓડિશા) પદ્મશ્રી
સનાતન રુદ્ર પાલ (પશ્ચિમ બંગાળ) પદ્મશ્રી
બદરપ્પન એમ (તમિલનાડુ) પદ્મશ્રી
જોર્ડન લેપ્ચા (સિક્કિમ) પદ્મશ્રી
મચિહન સાસા (મણિપુર) પદ્મશ્રી
ગદ્દમ સમૈયા (તેલંગાણા) પદ્મશ્રી
જાનકીલાલ (રાજસ્થાન) પદ્મશ્રી
દાસારી કોંડપ્પા (તેલંગાણા) પદ્મશ્રી
બાબુ રામ યાદવ (ઉત્તર પ્રદેશ) પદ્મશ્રી
નેપાળ ચંદ્ર સુત્રધર (પશ્ચિમ બંગાળ) પદ્મશ્રી