અત્યારે માત્ર એક્ઝિટ પોલ જ સામે આવ્યા છે, જ્યારે સાચા પરિણામો 4 જૂને જાહેર થશે, ત્યારપછી નક્કી થશે કે કેન્દ્રમાં કઈ પાર્ટીની સરકાર બને છે અને PMની ખુરશી પર કોણ બેસે છે. આ દરમિયાન NHAIએ એક મોટો નિર્ણય લીધો છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) એ સમગ્ર દેશમાં ટોલ દરમાં સરેરાશ પાંચ ટકાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. હવે હાઇવે પર ચાલતા વાહન ચાલકોએ સોમવારથી વધુ પૈસા ચૂકવવા પડશે. મતલબ કે રવિવાર રાતથી જ ટોલ ટેક્સમાં વધારો થવા જઈ રહ્યો છે.
આ તારીખથી અમલમાં આવશે
NHAI સોમવારે મધ્યરાત્રિ 12 થી બે મહિના માટે પેન્ડિંગ વધેલા ટોલ દર લાગુ કરશે. આ વધારો, જે 1 એપ્રિલથી લાગુ થવાનો હતો, દેશમાં સામાન્ય ચૂંટણીઓને કારણે લાગુ થયેલી આચારસંહિતાને કારણે અટકાવવામાં આવ્યો હતો. આ વાર્ષિક રિવિઝન સરેરાશ પાંચ ટકાની રેન્જમાં હોવાની શક્યતા છે.