ક્રિકેટ ચાહકો માટે આજનો દિવસ ખાસ બની ગયો છે કારણ કે ICC Men’s T20 World Cupનો ફાઈનલ મુકાબલો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહ્યો છે. અમદાવાદના Narendra Modi Stadium ખાતે યોજાઈ રહેલી આ મહામુકાબલામાં વિશ્વભરના ક્રિકેટપ્રેમીઓની નજર ટકી રહી છે. સ્ટેડિયમમાં હજારો દર્શકો હાજર છે જ્યારે લાખો લોકો ટીવી અને ડિજિટલ પ્લેટફોર્મ પર આ રોમાંચક મેચને લાઈવ જોઈ રહ્યા છે.
મેચની શરૂઆત પહેલા થયેલા ટોસમાં ન્યૂઝીલેન્ડે જીત મેળવી અને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો. જેના કારણે ભારતીય ટીમ પહેલા બેટિંગ કરવા મેદાનમાં ઉતરી છે. ફાઈનલ જેવી મહત્વપૂર્ણ મેચ માટે ભારતીય ટીમ મેનેજમેન્ટે પોતાની પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કર્યા વગર જ મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો છે, જે ટીમના આત્મવિશ્વાસને દર્શાવે છે.
Fought hard. Stood together. Believed when it mattered most. 🇮🇳
Experience the passion that powered #TeamIndia to the #T20WorldCup Final 🏆
𝗧𝗵𝗲 𝗝𝗼𝘂𝗿𝗻𝗲𝘆: 𝗥𝗼𝗮𝗱 𝗧𝗼 𝗙𝗶𝗻𝗮𝗹𝗲 👏
Watch 🔽| #Final | #MenInBlue | #INDvNZhttps://t.co/QxgzZbzE98
— BCCI (@BCCI) March 8, 2026
ટીમ ઈન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં અભિષેક શર્મા, સંજુ સેમસન વિકેટકીપર તરીકે, ઈશાન કિશન, કેપ્ટન સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી અને જસપ્રિત બુમરાહનો સમાવેશ થાય છે. બેટિંગ અને બોલિંગ બંને વિભાગમાં સંતુલિત આ ટીમ ફાઈનલમાં મજબૂત પ્રદર્શન કરવા તૈયાર છે.
ફાઈનલ જેવી મોટી મેચમાં બંને ટીમો માટે દબાણ અને ઉત્સાહ બંને જોવા મળી રહ્યા છે. ભારત મોટા સ્કોર દ્વારા ન્યૂઝીલેન્ડ સામે પડકાર ઉભો કરવાનો પ્રયાસ કરશે જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ શરૂઆતથી જ વિકેટ મેળવવાનો પ્રયાસ કરશે. હવે ક્રિકેટપ્રેમીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે આ રોમાંચક મુકાબલામાં કોણ વિશ્વકપની ટ્રોફી પોતાના નામે કરશે.
પ્લેઈંગ ઈલેવન
અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ


