પાકિસ્તાન સામે નવું સંકટ, 3 વર્ષમાં આટલું વિદેશી દેવું ચૂકવવું પડશે

પાકિસ્તાને એપ્રિલ 2023 થી જૂન 2026 વચ્ચે 77.5 અબજ ડોલરનું વિદેશી દેવું ચૂકવવાનું છે. આવી સ્થિતિમાં રોકડ સંકટનો સામનો કરી રહેલા દેશની સામે નોટબંધીનો ખતરો છે. પાકિસ્તાનને ‘વિક્ષેપજનક અસરો’નો સામનો કરવો પડી શકે છે. પાકિસ્તાનના ખરાબ દિવસો ખતમ થવાનું નામ નથી લઈ રહ્યા. આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનની સામે વધુ એક સંકટ આવી ગયું છે. છેલ્લા દિવસોમાં ખાદ્ય પદાર્થોની અછતનો સામનો કરી રહેલું પાકિસ્તાન દરેક મોરચે પરેશાન છે. પાકિસ્તાને એપ્રિલ 2023 થી જૂન 2026 વચ્ચે 77.5 અબજ ડોલરનું વિદેશી દેવું ચૂકવવાનું છે. આવી સ્થિતિમાં રોકડ સંકટનો સામનો કરી રહેલા દેશની સામે નોટબંધીનો ખતરો છે. પાકિસ્તાનને ‘વિક્ષેપજનક અસરો’નો સામનો કરવો પડી શકે છે.

પાકિસ્તાન સામે નાદારીનું જોખમ

અમેરિકા સ્થિત સંશોધન સંસ્થા યુનાઈટેડ સ્ટેટ્સ ઈન્સ્ટીટ્યુટ ઓફ પીસ (યુએસઆઈપી)એ એક વિશ્લેષણમાં આ અંગે ચેતવણી આપી છે. જિયો ન્યૂઝે યુએસઆઈપીને ટાંકીને જણાવ્યું હતું કે આસમાની મોંઘવારી, રાજકીય ઝઘડા અને વધતા આતંકવાદ વચ્ચે, પાકિસ્તાન મોટા પ્રમાણમાં વિદેશી લોનની જવાબદારીઓને કારણે નાદારીનું જોખમ અનુભવી રહ્યું છે.

વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો

પાકિસ્તાન હાલમાં ઊંચા વિદેશી દેવું, નબળા સ્થાનિક ચલણ અને ઘટતા વિદેશી મુદ્રા ભંડારથી ઝઝૂમી રહ્યું છે. USIPએ તેના રિપોર્ટમાં કહ્યું છે કે એપ્રિલ 2023 થી જૂન 2026 સુધીમાં પાકિસ્તાને $77.5 બિલિયનનું વિદેશી દેવું ચૂકવવું પડશે, જે $350 બિલિયનની અર્થવ્યવસ્થા માટે ‘મોટી રકમ’ છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો પાકિસ્તાન આ જવાબદારીમાં ડિફોલ્ટ કરશે તો તેને ‘વિક્ષેપજનક અસરો’નો સામનો કરવો પડશે. પાકિસ્તાને આગામી ત્રણ વર્ષમાં ચીનની નાણાકીય સંસ્થાઓ, ખાનગી ધિરાણકર્તાઓ અને સાઉદી અરેબિયાને મોટી ચુકવણી કરવી પડશે.