રાંચી: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે ઝારખંડના દરેક ઘરેથી ઈંટ મગાવી છે. આદિત્યનાથે ચૂંટણી રેલીઓ સંબોધિત કરતા કહ્યું કે, અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે છેલ્લા 500 વર્ષોમાં લાખો હિન્દુઓએ પોતાનું જીવન સમર્પિત કર્યું છે.
તેમણે આગળ કહ્યું કે, રામ મંદિર માત્ર કોઈ મંદિર નથી હોય પરંતુ આ એક રાષ્ટ્રીય મંદિર હશે જે ભગવાન રામ જન્મસ્થળ બનાવવામાં આવશે. આ મંદિર ભારતની આત્મા હશે. આ મંદિર વિશ્વમાં ભારતના લોકતંત્ર અને ન્યાયપાલિકાની મજબૂતીને પ્રદર્શિત કરશે.
મહત્વનું છે કે, રામ મંદિરને લઈને 9 નવેમ્બરે સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેંચે નિર્ણય સંભળાવ્યો હતો. આ ચૂકાદામાં વિવાદિત જમીન પર રામ મંદિર અને વકફ બોર્ડેને અલગથી 5 એકર જમીન આપવાનો નિર્ણય સંભળાવવામાં આવ્યો હતો. સુપ્રીમના નિર્ણયથી અસંતુષ્ટ કેટલાક લોકો અને સંગઠનોએ સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરી જેને ફગાવી દેવામાં આવી છે.