નવી દિલ્હીઃ એનફોર્સમેન્ટ ડિરેક્ટરે (ED) યસ બેન્કની નાણાકીય કટોકટી સંદર્ભે અનિલ અંબાણીને પૂછપરછ માટે બોલાવ્યા છે. અનિલ અંબાણીએ સ્વાસ્થ્ય કારણોનો હવાલો આપીને ED પાસે કેટલોક સમય માગ્યો છે. હવે EDએ તેમને બીજું સમન્સ જારી કર્યું હતું, નહીં તો રિલાયન્સના નાણાકીય અધિકારીઓને આ સપ્તાહે બોલાવવામાં આવશે. અનિલ અંબાણીને શનિવારે જ સમન્સ જારી કરવામાં આવ્યા હતા.નાણાકીય કટોકટીગ્રસ્ત યસ બેન્કે ડિસેમ્બર, 2019માં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ. 18,564 કરોડનું નુકસાન કર્યું હતું. ખાનગી ક્ષેત્રનું મેનેજમેન્ટ હાલ રિઝર્વ બેન્કના આદેશ પર પ્રશાંત કુમાર કરી રહ્યા છે. બેન્કે પાછલા વર્ષે આ સમયગાળામાં રૂ. 1000 કરોડનો નફો કર્યો હતો અને સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ. 629 કરોડનું નુકસાન થયું હતું.
યસ બેન્કની ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં NPA 18.87 ટકા
યસ બેન્કની ડિસેમ્બર ત્રિમાસિક ગાળામાં એનપીએ સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળાના 7.39 ટકાથી વધીને 18.87 ટકા થઈ હતી. બેન્કની પાસેની રિઝર્વમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે.