તેલંગાણાઃ દેશમાં ગ્રીન ઇન્ડિયા ચેલેન્જ હેઠળ આદિલાબાદ જિલ્લામાં એક કલાકમાં 10 લાખ છોડ લગાવીને ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં નામ નોંધાવવા માટે એક મોટા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યસભાના સંસદસભ્ય જોગિનીપલ્લી સંતોષકુમારની પહેલ ગ્રીન ઇન્ડિયા ચેલેન્જ દ્વારા એ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. સ્વયંસેવકોને સંપૂર્ણ વિસ્તારને 10 ક્ષેત્રોમાં વિભાજિત કર્યો, જેમાં 30,000થી વધુ તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS)ના સભ્યો અને સ્થાનિક લોકોએ ભાગ લીધો હતો. રાજ્યસભાના સંસદસભ્ય સંતોષકુમારે ચાર વર્ષ પહેલાં એક ગ્રીન ઇન્ડિયા ચેલેન્જ ઝુંબેશ શરૂ કર્યું હતું. આ ઝુંબેશ હેઠળ કરોડો છોડ લગાવવામાં આવ્યા છે.
દુર્ગાનગરમાં 200 એકરથી વધુ ફેલાયેલા વન ક્ષેત્રમાં મિયાવાકી મોડલના માધ્યમમાં પાંચ લાખ ઝોડ લગાવવામાં આવ્યા હતા. 60 મિનિટમાં આદિલાબાદ ગ્રામીણ બેલા મંડલમાં બે લાખ છોડ, શહેરી ક્ષેત્રના 45 ઘરોમાં 1,80,000 છોડ લગાવવામાં આવ્યા. સ્વયંસેવકોએ આર અને બી –બંને બાજુ 1,20,000 છોડ લગાવવામાં આવ્યા હતા.
આયોજકોએ જણાવ્યું હતું કે સંપૂર્ણ કાર્યક્રમમાં બધા નિયમોનું પાલન કર્યું છે અને વિડિયો રેકોર્ડ પણ થયો છે, જેને ગિનીઝ બુક વર્લ્ડ રેકોર્ડ્સમાં મોકલવામાં આવશે. આ પ્રસંગે તેલંગાણાના વન પર્યાવરણ ઇન્ડ્ર કરણ રેડ્ડીએ કહ્યું હતું કે રોગચાળાએ બધાને પર્યાવરણ અને જળવાયુની સુરક્ષાનું મહત્ત્વ સમજાવ્યું. વંડર બુક ઓફ રેકોર્ડ્સે દુર્ગાનગર ક્ષેત્રમાં વૃક્ષારોપણનું અવલોકન કર્યા પછી આયોજકોને પ્રશંસા પ્રમાણપત્ર આપ્યું હતું. સૌથી વધુ છોડ લગાવવાનો રેકોર્ડ તુર્કી પાસે હતો, જેણે 2019માં 3.03 લાખ છોડ લગાવીને રેકોર્ડ પોતાને નામ કર્યો હતો. જેણે ભારતે તોડવાનો પ્રયાસ કર્યો છે.