નવી દિલ્હીઃ કોરોના વાયરસની મહામારીને લઈને વૈશ્વિક અર્થવ્યવસ્થા પર આ વર્ષે મંદી જોવા મળશે અને વૈશ્વિક આવમાં ઘણાય ટ્રિલીયન ડોલરનું નુકસાન થવાનું અનુમાન છે. આ સ્થિતિમાં વિકાસશીલ દેશોને મોટી સમસ્યાનો સામનો કરવો પડશે પરંતુ ચીન અને ભારત જેવા દેશો આમાં અપવાદ સાબિત થશે. સંયુક્ત રાષ્ટ્રના તાજેતરના રિપોર્ટથી આ જાણકારી સામે આવી છે. દુનિયાની બે-તૃતિયાંશ જનસંખ્યા વાળા વિકાસશીલ દેશોને કોરોના વાયરસને લઈને અભૂતપૂર્વ આર્થિક નુકસાનનો સામનો કરવો પડશે. સંયુક્ત રાષ્ટ્રએ આ દેશો માટે 2.5 ટ્રિલિયન ડોલરના રાહત પેકેજની જરુરિયાત વ્યક્ત કરી છે.
યૂએનસીટીએડીએ કહ્યું કે, આ વર્ષે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદી રહેશે અને વૈશ્વિક આવકને કેટલાય ટ્રિલીયન ડોલરનું નુકસાન થાય તેવી શક્યતા છે. આનાથી વિકાસશીલ દેશોને મોટી સમસ્યાનો સામનો કરવો પડશે. પરંતુ આમાં ચીન અપવાદ સાબિત થઈ શક્યું છે કે ભારત પણ અપવાદ સાબિત થાય તેવી શક્યતા છે.
જો કે રિપોર્ટમં એ વાતની વ્યાખ્યા નથી કરવામાં આવી કે જ્યારે કોરોના વાયરસના કારણે સર્જાનારી વૈશ્વિક મંદીથી દુનિયાભરના વિકાસશીલ દેશોને મોટું નુકસાન ઉઠાવવું પડશે તો ભારત અને ચીન આમાં અપવાદ કેમ અને કેવી રીતે થશે. યીએનસીટીએડીનું અનુમાન છે કે આવતા બે વર્ષમાં વિકાસશીલ દેશોને બેથી ત્રણ ટ્રિલિયન ડોલરના ફાઈનાન્સિંગ ગેપનો સામનો કરવો પડશે.