ઘરને બનાવો કોરોના વાયરસ પ્રુફ!

જે ચોતરફ કોરોના વાયરસની વાતો થાય છે. દેશમાં ઘણે ઠેકાણે લોકોને વાયરસનું સંક્રમણ લાગ્યું છે. એ સંક્રમણ પોતાને ન થાય તે માટે લોકો ઘણા જાગૃત થઈ ગયા છે અને વારંવાર સાબુથી હાથ ધોઈને કે હાથને સેનેટાઈઝર લગાડીને સ્વચ્છતા જાળવી રહ્યાં છે. પરંતુ શરીરની સ્વચ્છતા ઉપરાંત ઘરની સ્વચ્છતા તેમજ ઘરમાં આ સંક્રમણ ના ફેલાય તે માટે ઘરને પણ વાઈરસ પ્રુફ બનાવવું જરૂરી છે.

 

‘ડેઇલી મેલ’ના જણાવ્યા પ્રમાણે ‘રોયલ સોસાયટી ફોર પબ્લિક હેલ્થ’ના ટ્રસ્ટી તથા અધ્યક્ષા લિસા એકરેલે, ઓનલાઇન મેડિકલ સર્વિસ ‘ડોક્ટર ‘4-યુકે કન્સલ્ટન્ટ ફાર્માસિસ્ટ’ જેમ ઑલોન તથા ‘કમર્શિયલ ક્લીનીંગ ફર્મ ક્લીનોલોજી’ના સીઇઓ ડોમિનિક પોન્નિયાહ વગેરે નિષ્ણાતોએ કોરોના વાયરસથી બચવા માટે સલાહ આપી છે. જેમ કે,

ક્યારે ક્યારે હાથ ધોવા જરૂરી છે:

  • બહારથી ખરીદી કરીને આવ્યા બાદ તેમજ વ્યાયામ કર્યા પછી તરત હાથ ધોવા.
  • બહાર હો ત્યારે ચહેરાને ના અડધો. ઘરે આવ્યા બાદ સાબુથી હાથ ધોઈને ચહેરાને અડો.
  • કારમાં એન્ટીબેક્ટેરિયલ વાઈપ્સ રાખવા. ઘરે આવ્યા બાદ હાથ સાબુથી ધોવા.
  • ગંદા હાથ ક્રોકરીને સંક્રમિત કરી શકે છે. તેથી ગ્લાસ, પ્લેટ, મગને હાથમાં લેવા પહેલાં હાથ સાબુથી ધોઈ લેવા.

 

ફેબ્રિક કન્ડિશનર થી બચો:

કપડા માટે ફેબ્રિક સોફ્ટનર વાપરતા હો તો જાણી લો કે આ સોફ્ટનર કપડાંની ઉપર એક અદ્રશ્ય પરત જમાવી લે છે. જે કપડાં પહેર્યા બાદ ચામડીને અસર કરે છે.

ત્વચાને સાફ કરતા રહો: અઠવાડિયામાં એકવાર ત્વચા ઉપર સ્ક્રબનો ઉપયોગ કરવો. જેથી ડેડ સ્કિન નીકળી જાય અને સાથે સાથે ત્વચા પર લાગેલી ધૂળના રજકણો પણ સાફ થઈ જાય.

મહિનામાં એકવાર દિવાલ તથા સીલીંગને વેક્યુમ કરવા:

  • સોફા તેમજ ખુરશીને સાફ કરતી વખતે હાથમાં રબરના ગ્લોવ્ઝ પહેરવાં
  • જો ઘરમાં કોઈને એલર્જી હોય તો ઘરને અઠવાડિયામાં એક વાર સાફ કરવું. ડસ્ટીંગ કરવું.
  • એયર સ્પ્રેથી કી બોર્ડ સાફ કરતી વખતે તેને ઘરની બહાર સાફ કરવું. જેથી ઘરમાં ધૂળ ના આવે.
  • છોડને પણ વોટર સ્પ્રેથી પાણી આપવાને બદલે કમ્પ્રેસ્ડ એયર સ્પ્રેનો ઉપયોગ કરવો

ઘરની અંદર પણ ઘણી ધૂળની રજકણો હોય છે, જે શ્વસન માર્ગેથી ફેફસામાં પહોંચી જાય છે. જે અસ્થમાના રોગી માટે પણ હાનિકારક છે. એથી મહિનામાં એકવાર ઘરની સીલીંગ તથા દીવાલોને વેક્યુમ ક્લીન કરવા.

બૈમ્બો ટોયલેટ-રોલ વાપરવા: સામાન્ય ટોયલેટ પેપર ફાડતી વખતે એમાંથી ધૂળની રજકણો નીકળે છે. જે બૈમ્બો ટોયલેટ પેપર શીટમાં નથી થતું. જો કે, આ પેપર થોડા મોંઘા છે.

વાળ ઘરની બહાર ઓળવા:

  • વાળ ઓળતી વખતે ઘરની બહાર ઊભા રહો. જેથી વાળમાંનો ખોડો ઘરમાં ના પડે.
  • પાલતુ પ્રાણીઓને પણ ઘરની બહાર ઉભા રાખીને એમના વાળને બ્રશ ફેરવો.
  • હેર સ્પ્રે તથા ડ્રાય શેમ્પૂનો ઉપયોગ ટાળો.