વર્લ્ડ અસ્થમા ડેઃ દર્દીઓ ગરમીની મોસમમાં બેદરકાર ન રહે

નવી દિલ્હીઃ અસ્થમા શ્વાસોચ્છવાસ સાથે જોડાયેલી એક ગંભીર બિમારી છે. આ બિમારીમાં ગળા અને છાતીમાં બહુ તકલીફ થાય છે. અસ્થમાના દર્દીઓને ફેફસામાં યોગ્ય માત્રામાં ઓક્સિજન મળી શકતો નથી એટલે એમને શ્વાસ લેવામાં ખૂબ તકલીફ થાય છે. અસ્થમા અને આની સારવાર પ્રત્યે જાગૃતિ વધારવા માટે દર વર્ષે મે મહિનાના પહેલા મંગળવારના રોજ ‘વિશ્વ અસ્થમા દિવસ’ મનાવવામાં આવે છે. બદલાતી જીવનશૈલી અને વધતા પ્રદૂષણના કારણે અસ્થમાના દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. ખાસ કરીને ગરમીની સીઝનમાં થોડી લાપરવાહી પણ અસ્થમા એટેકનું કારણ બની શકે છે. ત્યારે આવો જાણીએ કે બદલાતી ઋતુમાં અસ્થમાના લક્ષણોને કેવી રીતે ઓળખવા અને કેવી રીતે પોતાને સુરક્ષિત રાખવા. અસ્થમાની સમસ્યા કોઈપણ ઉંમરમાં અને ગમે ત્યારે થઈ શકે છે. આ સિવાય આ રોગ વારસાગત લક્ષણોથી પણ થઈ શકે છે. જો માતા-પિતામાંથી કોઈ એક અથવા બંન્નેને અસ્થમા હોય તો બાળકોને અસ્થમાનો ચેપ લાગવાની શક્યતા વધી જાય છે. આ સાથે જ સ્મોકિંગ, વાયુ પ્રદૂષણ, ધૂળ, ધુમાડો, કોસ્મેટિક અને અગરબત્તી જેવી સુગંધિત વસ્તુઓ પણ અસ્થમાની સમસ્યા પેદા કરી શકે છે. કેટલીક એન્ટી-બાયોટીક દવાઓ, તણાવ અને સ્મોકિંગ પણ અસ્થમાની શક્યતાઓ વધારી દે છે.

ગરમીની ઋતુમાં જરાસરખી લાપરવાહી રાખવાથી પણ અસ્થમાનો એટેક આવી શકે છે.

અસ્થમાને મૂળમાંથી દૂર કરવાનો કોઈ ઈલાજ નથી, પરંતુ એને કાબૂમાં રાખી શકાય છે. એ માટે દવાનું નિયમિત સેવન જરૂરી છે.

અસ્થમાનાં દર્દીઓને રાહત મળે એ માટે ઈન્હેલર્સ સૌથી ઉચિત દવા છે. એનાથી એમાં રહેલી દવા સીધી ફેફસાં સુધી પહોંચી શકે છે. જેથી દર્દીને રાહત અને આરામનો અનુભવ થાય છે. સીરપ કરતાં ઈન્હેલર્સ વધારે અસરકારક જણાયા છે.

ઉપચાર

આમતો અસ્થમાને જડથી ખતમ કરવાનો કોઈ ઈલાજ નથી પરંતુ આને નિયંત્રીત કરી શકાય છે. અસ્થમાને નિયંત્રિત કરવા માટે નિયમિત દવાનું સેવન જરુરી છે અસ્થમા માટે ઈન્હેલર્સ એક સારી દવા છે. ઈન્હેલર્સથી દવા સીધી જ ફેફસામાં પહોંચે છે. આનાથી દર્દીને આરામ મળે છે. આ સીરપના મુકાબલે ખૂબ વધારે ફાયદાકારક છે.