નવી દિલ્હી- જમ્મુ-કશ્મીરમાં કલમ 144 દૂર કરવા મામલે અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરુ થઈ ગઈ છે. સુપ્રીમ કોર્ટે એટોર્ની જનરલને સવાલ કર્યો કે, આ સ્થિતિ કયા સુધી ચાલુ રહેશે. જેના જવાબમાં એટોર્ની જનરલે કહ્યું કે, કશ્મીરમાં સ્થિત સામાન્ય થયાં બાદ વ્યવસ્થા પણ સામાન્ય થઈ જશે. અમે પ્રયત્ન કરી રહ્યાં છીએ કે, લોકોને અસુવિધા ઓછામાં ઓછી રહે.
1999થી હિંસાને કારણે 44000 લોકો માર્યા ગયા છે. સુપ્રીમ કોર્ટે પૂછયુ કે, શું તમે સ્થિતિની સમીક્ષા કરી રહ્યાં છો? જેના જવાબમાં એટોર્ની જનરલે કહ્યું કે, અમે દરરોજ સમીક્ષા કરી રહ્યાં છીએ. સુધારો થઈ રહ્યો છે. આશા છે કે, આગામી થોડા દિવસોમાં સ્થિતિ સામાન્ય થઈ જશે.
અરજીકર્તાના વકીલ મેનકા ગુરુસ્વામીએ કહ્યું કે, મૂળભૂત સુવિધાઓને પુન:સ્થાપિત કરી દેવી જોઈએ. કમ સે કમ હોસ્પિટલોમાં સંચાર સેવા પુન:સ્થાપિત કરવી જોઈએ. જેના પર એટર્ની જનરલે કહ્યું કે, અત્યારે સ્થિતિ સંવેદનશીલ છે. અમે મૂળભૂત સુવિધાઓને પુન: સ્થાપિત કરવા પર કામ કરી રહ્યાં છીએ.
ઉલ્લેખનીય છે કે, જમ્મુ કશ્મીર મુદ્દે સુપ્રીમ કોર્ટે જલ્દી સુનાવણી કરવાનો ઈનકાર કરતા સુપ્રીમે સ્થિતિમાં સુધાર આવવાની આશા રાખતા સુનાવણી 2 સપ્તાહ માટે ટાળી દીધી છે. સુપ્રીમે કહ્યું કે, આ સંવેદનશીલ મુદ્દો છે. જેથી થોડા દિવસ વધુ રાહ જોઈ જોઈએ. સાથે એમ પણ કહ્યું કે, સરકાર પર ભરોસો કરવો જોઈએ.