અંબાલાઃ લડાકુ વિમાન રફાલની પહેલી ખેપ આજે અંબાલા એરબસ પર પહોંચશે. આ પ્રસંગે એરફોર્સના પ્રમુખ એર ચીફ માર્શલ આરકેએસ ભદોરિયા વિમાનોને રિસીવ કરવા પહોંચશે. એની સાથે તેઓ પાઇલટો સાથે પણ મુલાકાત યોજશે. ફ્રાન્સથી આવી રહેલા પાંચ રફાલ વિમાન હાલમાં UAE એરબેઝ પર મોજૂદ છે. UAEથી વિમાનો આજે ભારત આવશે.
વિમાનોના લેન્ડિંગ પહેલા અંબાલા એરફોર્સ સ્ટેશનનમી આસપાસ સુરક્ષાના કડક બંદોબસ્ત કરવામાં આવ્યો છે. એરફોર્સની આસપાસ કલમ 144 લગાવવામાં આવી છે. એની સાથે ફોટોગ્રાફી અને વિડિયોગ્રાફી પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ વિસ્તારમાં ચારથી વધુ લોકોને ભેગા થવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.
એરફોર્સએ બનાવ્યો બેકઅપ પ્લાન
અંબાલામાં રફાલ વિમાનો પહોંચવાનો અપેક્ષિત સમય બપોરે બે કલાકનો છે, પણ મોસમને કારણે થોડો ફેરફાર થઈ શકે છે. એરફોર્સે મોસમની દરેક સ્થિતિને પહોંચવાની તૈયારી કરી છે. આટલું જ નહીં વિષમ પરિસ્થિતિઓ માટે એરફોર્સે એક બેકઅપ પ્લાન પણ બનાવી રાખ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર જો મોસમ ખરાબ થઈ તો રફાલ વિમાન અંબાલા એરબસને બદલે જોધપુર એરબેઝ પર લેન્ડિંગ કરશે. એના માટે જોધપુર એરબેઝને બેકઅપ બેઝ માટે પણ તૈયાર કરી લેવામાં આવ્યો છે.
અંબાલા એરબસની સુરક્ષાને વહીવટી તંત્ર હાઇ એલર્ટ પર
અંબાલાના DSP (ટ્રાફિક) મુનીષ સહગલે કહ્યું હતું કે રફાલ વિમાનોના લેન્ડિંગને ધ્યાનમાં રાખતાં વહીવટી તંત્ર હાઇ એલર્ટ પર છે.
નો ડ્રોન ઝોન જાહેર
અંબાલા એરબસને રફાલના આગમનના હિસાબે તૈયાર કરવામાં આવ્યું છે. અંબાલા એરબેસના ત્રણ કિલોમીટરના વિસ્તારમાં નો ડ્રોન ઝોન જાહેર કરવામાં આવ્યો છે. એરબેસના ત્રણ કિલોમીટરના વિસ્તારમાં અન્ય કોઈ પણ પ્રકારની ઉડાન પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
આરકેએસ ભદોરિયા એક સારા પાઇલટ
એરચીફ માર્શલ આરકેએસ ભદોરિયા ભારતીય એરફોર્સના સૌથી ઉમદા પાઇલટોમાંના એક છે. તેમણે 26 પ્રકારના લડાકુ અને પરિવહન વિમાનોએ ઉડાડ્યાં છે. આમાં રફાલ પણ સામેલ છે. તેઓ રફાલ લડાકુ વિમાન ખરીદની ટીમના ચેરમેન રહ્યા છે. રફાલ વિમાન ઉડાડ્યા પછી તેમણે કહ્યું હતું કે રફાલ લડાકુ વિમાન વિશ્વના શ્રેષ્ઠ વિમાન છે. એના આવવાથી ભારતીય એરફોર્સની તાકાત અનેક ગણી વધી જશે.