નીતીશકુમારનો INDIA નામનો વિરોધ કેમ?: BSP સામેલ નહીં

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણી હવે નજીક છે. સત્તાધારી ગઠબંધન અને વિપક્ષી ગઠબંધનની બેઠકોનો દોર ચાલી રહ્યો છે. લોકસભા ચૂંટણીમાં ભાજપ સહિત NDAને ટક્કર આપવાના પ્રયાસમાં 26 વિરોધ પક્ષોએ ગઠબંધનને ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્ઝુસિવ એલાયન્સ (INDIA) નામ પર ચર્ચા થઈ હતી, ત્યારે જેણે સવાલ ઊભો કર્યો હતો, એ નીતીશકુમાર હતા. આ બેઠકમાં તેમણે સવાલ ઊભો કર્યો હતો કે કોઈ વિપક્ષી ગઠબંધનનું નામ INDIA કેવી રીતે રાખી શકાય છે?

નીતીશકુમારે NDA અક્ષરોવાળા સંક્ષિપ્ત નામ પર વાંધો ઉઠાવ્યો હતો. ડાબેરીઓ પણ આ નામથી ખચકાટ અનુભવી રહ્યા હતા- તેમણે અલગ-અલગ વિકલ્પ સૂચવ્યા હતા. જોકે મોટા ભાગના પક્ષોએ INDIA નામને મંજૂરી આપી હતી. જે પછી બિહારના મુખ્ય મંત્રીએ કહ્યું હતું કે જો તમને બધાને INDIA નામથી સહમતી હોય તો ઠીક છે.મમતા બેનરજી વિપક્ષના વડા પ્રધાનનો ચહેરો

બેંગલુરુમાં ગઈ કાલે થયેલી વિપક્ષની મીટિંગ પછી કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે કોંગ્રેસને પાવર અથવા PM પદમાં કોઈ રસ નથી. આવામાં TMC નેતે માગ કરી હતી કે મમતા બેનરજીને ઉમેદવાર બનાવવામાં આવે. TMC નેતા શતાબ્દી રોયે કહ્યું હતું કે અમે ઇચ્છીએ છીએ કે મમતા બેનરજી PM પદનો ચહેરો બને.

 BSP વિપક્ષના ગઠબંધન INDIAમાં સામેલ નહીં

BSPનાં અધ્યક્ષ માયાવતીએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે તેમની પાર્ટી વિરોધ પક્ષના ગઠબંધન INDIAમાં સામેલ નહીં થાય. માયાવતીએ વિરોધ પક્ષોના ગઠબંધનને આ ઘોષણા સાથે જોરદાર આંચકો આપ્યો છે. તેમણે કહ્યું હતું કે આવનારી રાજ્યોની ચૂંટણીમાં અમે એકલા ચૂંટણી લડીશું.