ક્યારે, કેવી રીતે ધ્વજ ઉતારી શકાય, નિયમો જાણો…

નવી દિલ્હીઃ દેશની આન, બાન અને શાન તિરંગો છે, રાષ્ટ્રધ્વજ દેશના લોકોની આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતિનિધિત્વ કરે છે. દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યો છે. આ ઉજવણીમાં દેશની જાહેર તથા ખાનગી સંસ્થાઓ અને સામાજિક સંગઠનો સહિત તમામ નાગરિકો ‘હર ઘર તિરંગા અભિયાન’ અંતર્ગત ગૌરવભેર રાષ્ટ્રધ્વજ ફરકાવી રહ્યા છે, પણ શું ઝંડો લહેરાવ્યા પછી એના ઉતારવાના નિયમો તમે જાણો છો? અથવા એ ઝંડાને ઉતાર્યા પછી એ ઝંડાનું શું થાય છે? ચાલો ઝંડા ઉતારવાના નિયમ વિશે તમને જણાવીએ…

દેશનો ધ્વજ રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક છે. ભારતીય ધ્વજ સંહિતામાં ધ્વજ ફરકાવવાના અને ઉપયોગ કરવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. ધ્વજ સંહિતા- ભારતીય ધ્વજ સંહિતા-2002ને 26 જાન્યુઆરી, 2002થી લાગુ કરવામાં આવી છે. સામાન્ય રીતે ધ્વજ સરકારી ભવન પર રવિવારે અને અન્ય રજાઓના દિવસે ફરકાવવામાં આવે છે. રાષ્ટ્રીય ધ્વજને સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી ફરકાવવો જોઈએ.

 

રાષ્ટ્રીય ધ્વજ ઉતારવાના નિયમ, જાણો…

  • રાષ્ટ્રીય ધ્વજ ઝડપથી ફરકાવવામાં આવે છે, પણ એને ધીમે-ધીમે આદર સાથે ઉતારવામાં આવે છે.
  • ધ્વજને ફરકાવતી વખતે અને ઉતારતા સમયે બ્યુગલ બજાવવામાં આવે છે.
  • ધ્વજને જમીન પર મૂકવામાં નથી આવતો.
  • ધ્વજને સંભાળને રાખવામાં આવે છે.
  • જો ધ્વજ ફાટી જાય તો અથવા મેલો થાય તો એને એકલામાં નષ્ટ કરવામાં આવે છે.
  • ધ્વજ એક જ માસ્ટરહેડ પરથી અન્ય કોઈ ધ્વજ અથવા ધજાઓ સાથે ફરકાવવો જોઈએ નહીં.