મહારાષ્ટ્રમાં ટ્રેન-માલગાડી અથડાઈઃ 50 પ્રવાસી ઘાયલ

ગોંદિયા (મહારાષ્ટ્ર): ગોંદિયા શહેર નજીક વીતી ગયેલી રાતે લગભગ અઢી વાગ્યાના સુમારે ‘ભગત કી કોઠી’ ટ્રેન અને એક માલગાડી વચ્ચે ટક્કર થતાં 53 ટ્રેનપ્રવાસીઓને ઈજા થઈ છે. સદ્દભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. પ્રવાસીઓની ઈજા પણ ગંભીર પ્રકારની નથી. ગૂડ્સ ટ્રેન સાથે અથડાયા બાદ પેસેન્જર ટ્રેનના ત્રણ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.

(તસવીરઃ પ્રતીકાત્મક)

આ ટ્રેન છત્તીસગઢના રાયપુરથી મહારાષ્ટ્રના નાગપુર તરફ જતી હતી ત્યારે એને અકસ્માત નડ્યો હતો. સિગ્નલ ન દેખાતા ગૂડ્સ ટ્રેન અને ‘ભગત કી કોઠી’ ટ્રેન સામસામી અથડાઈ પડી હતી. ઈજાગ્રસ્તોને નિકટની જિલ્લા હોસ્પિટલમાં તથા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]