જાણીતાં ગાયિકા સંધ્યા મુખોપાધ્યાયે ‘પદ્મશ્રી’ એવોર્ડ ઠુકરાવ્યો

નવી દિલ્હીઃ મશહૂર ગાયિકા સંધ્યા મુખરજી ઉર્ફે સંધ્યા મુખોપાધ્યાયે પદ્મશ્રી એવોર્ડ સ્વીકારવાની ના પાડી હતી. કેન્દ્ર સરકારના અધિકારીઓએ એવોર્ડ માટે તેમની સહમતી માટે ટેલિફોન પર સંપર્ક કર્યો હતો. ગાયિકાની પુત્રી સૌમી સેનગુપ્તાએ કહ્યું હતું કે મુખરજીએ દિલ્હીથી ફોન કરતા વરિષ્ઠ અધિકારીઓને કહ્યું હતું તેઓ ગણતંત્રના દિવસે સન્માન યાદીમાં પદ્મશ્રી એવોર્ડ લેવા માટે તૈયાર નથી. તેમની સહમતી માટે તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું હતું કે 90 વર્ષની ઉંમરે આશરે આઠ દાયકાઓથી વધુ ગાયન કેરિયરની સાથે પદ્મશ્રી માટે પસંદગી થવી તેમના માટે અપમાનજનક છે.

ગાયિકાની પુત્રીએ કહ્યું હતું કે પદ્મશ્રી કોઈ જુનિયર કલાકાર માટે વધુ યોગ્ય છે, ના કે ગીતાશ્રી સંધ્યા મુખોપાધ્યાય માટે. તેમના પરિવાર અને તેમનાં ગીતો માટે બધા પ્રેમી પણ આ અનુભવી રહ્યા છે. અનેક લોકોએ ગાયિકાના આ નિર્ણયને ટેકો આપ્યો હતો. તેઓ એસ. ડી. બર્મન, અનિલ વિશ્વાસ, મદન મોહન, રોશન અને સલિલ ચૌધરી સહિત કેટલાય હિન્દી ફિલ્મ સંગીત ડિરેક્ટરો માટે ગીતો ચૂકી છે. તેમને બંગ વિભૂષણ સહિત કેટલાય એવોર્ડ્સ એનાયત થઈ ચૂક્યા છે.

સંધ્યા મુખરજી પશ્ચિમ બંગાળની બીજી હસ્તી છે, જેમણે પદ્મ સન્માન ઠુકરાવી દીધું છે. પશ્ચિમ બંગાળના ભૂતપૂર્વ બુદ્ધદેવ ભટ્ટાચાર્યએ પદ્મ વિભૂષણનો એવોર્ડ સ્વીકારવાની ના પાડી હતી. તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે કોઈએ પણ તેમને એ સન્માન આપવા વિસે કોઈ સૂચના નહોતી આપી. જો સાચે જ મને પદ્મ વિભૂષણ દેવાની જાહેરાત કરી છે તો હું એને અસ્વીકાર કરી શકું છું. જોકે તેમણે પદ્મ વિભૂષણ એવોર્ડનો અસ્વીકાર કરી દીધો હતો.