ઈટાવાઃ ઉત્તર પ્રદેશના ઈટાવામાં સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગના વિરોધમાં 100 થી વધારે વિદ્યાર્થીઓ પોતાના માથે મુંડન કરાવીને વિરોધ પ્રદર્શન કર્યું. સીનિયર વિદ્યાર્થીઓ પર જૂનિયરોને હેરાન કરવાનો અને તેમને ક્લાસથી લઈને કેન્ટીન સુધી માથુ ઝુકાવીને ચાલવા માટે મજબૂર કરવાનો આરોપ છે. મેડિકલ કોલેજ પરિસરમાં રેગિંગની વાત સામે આવ્યા ત્યાં ખળભળાટ વ્યાપી ગયો છે.
જૂનિયર વિદ્યાર્થીઓના રેગિંગના સમાચાર સામે આવ્યા બાદ અને વિરોધમાં તેમણે માથે મુંડન કરાવ્યા બાદ યૂનિવર્સિટીના વાઈસ ચાન્સેલરે કહ્યું કે જો કોઈ વ્યક્તિએ અનુશાસન ભંગ કર્યો છે કે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. વિદ્યાર્થીઓને આ કરતા પહેલા એકવાર પોતાના વોર્ડનને ફરિયાદ કરવી જોઈતી હતી. વીસીએ કહ્યું કે આખા ઘટનાક્રમ પર તેઓ પોતે નજર રાખીને બેઠા છે.
આપને જણાવી દઈએ કે મેડિકલ કોલેજ સમાજવાદી પાર્ટી નેતા અને પૂર્વ સીએમ મુલાયમ સિંહ યાદવના ગામ સૈફઈમાં બનેલું છે અને આ સરકારી કોલેજમાં એમબીબીએસ, એમએસ, એમડી, પેરામેડિકલ સહિત ઘણા વિષયો ભણાવવામાં આવે છે. આ મેડિકલ કોલેજમાં એક હજારથી વધારે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ અભ્યાસ કરે છે. મેડિકલ કોલેજમાં આશરે 150 જેટલા વિદ્યાર્થીઓ એમબીબીએસનો અભ્યાસ કરે છે. આ તમામ છાત્રોએ રેગિંગના વિરોધમાં પોતાનું માથું મુંડાવી લીધું છે.