નવી દિલ્હીઃ ટ્વિટરે હવે એના પ્લેટફોર્મ પર અન્ય સોશિયલ મિડિયા કંપનીઓને સેન્સર કરતાં ગઈ કાલે એ ઘોષણા કરી હતી કે હવે ટ્વિટરના યુઝર્સ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ, માસ્ટોડોન, ટ્રુથ સોશિયલ ટ્રાઇબલ નોસ્ટ્ર અને અન્ય પ્લેટફોર્મ પર પોતાની હાજરીનો પ્રચાર કરવાની મંજૂરી નહીં આપે, એમ એલન મસ્કે જણાવ્યું હતું. ટ્વિટરે કહ્યું હતું કે તેના કેટલાક વપરાશકર્તાઓ અન્ય સોશિયલ મિડિયા પર સક્રિય છે, પણ હવે ટ્વિટર પર સોશિયલ મિડિયા પ્લેટફોર્મ ના મફત પ્રચારની મંજૂરી નહીં આપવામાં આવે.
કંપનીએ વધુમાં કહ્યું હતું કે તે માત્ર અન્ય સોશિયલ પ્લેટફોર્મ અને સામગ્રીને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી બનાવવામાં આવેલાં ખાતાંઓને દૂર કરશે, જેમાં અન્ય પ્લેટફોર્મ માટે લિન્ક અથવા વપરાશકર્તાઓનાં નામ સામેલ છે, જેમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, માસ્ટોડન, ટ્રુથ સોશિયલ, ટ્રાઇબલ, નોસ્ટ્ર અને પોસ્ટ જેવા પ્લેટફોર્મ માટે લિન્ક કે વપરાશકર્તાઓનાં નામ સામેલ છે. ટ્વિટર હજી પણ સોશિયલ મિડિયા પ્લેટફોર્મથી સામગ્રીને ક્રોસ-પોસ્ટ કરવાની મંજૂરી આપશે. કંપનીએ કહ્યું હતું કે ઉપરની યાદીમાં સમાવિષ્ટ નહીં કરવામાં આવેલા સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર લિન્ક કે વપરાશકર્યાનાં નામ પોસ્ટ કરવી એ પણ આ નીતિનું ઉલ્લંઘન નથી.
કંપનીએ કહ્યું હતું કે ટ્વિટર સ્તર અને ખાતા સ્તરે –બંને આ નીતિનું ઉલ્લંઘન કરવાવાળાં ખાતાંઓની સામે કાર્યવાહી કરશે. જેથી વપરાશકર્તાઓ હવે ટ્વિટરમાં અન્ય સોશિયલ નેટવર્ક પર પોતાની પ્રોફાઇલને લિન્ક સામેલ નહીં કરી શકે. જોકે આ પગલું અનેક ટ્વિટર એકાઉન્ટકર્તાઓને યોગ્ય નથી લાગ્યું.