મહારાષ્ટ્રમાં કોરોનાના ડેલ્ટા-પ્લસ વેરિયન્ટના ત્રણ પ્રકારથી સંક્રમણ

મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસ સંક્રમણના ડેલ્ટા વેરિયેન્ટના ત્રણ પ્રકાર માલૂમ પડ્યા છે. હાલમાં જિનોમ સિક્વન્સિંગના રિપોર્ટથી પ્રદેશમાં ડેલ્ટા વેરિયેન્ટના 66 કેસોની હાજરી વિશે માલૂમ પડ્યા છે. એમાં પણ ડેલ્ટાના ત્રણ પ્રકાર- Ay.1, Ay.2 અને  Ay.3 છે.

કોરોનાના ડેલ્ટા વેરિયેન્ટ મ્યુટન્ટ વધુપડતા સંક્રમણશીલ થઈને ડેલ્ટા પ્લસમાં ફેરવાઈ જાય છે. ડેલ્ટા વેરિયેન્ટના સ્પાઇક પ્રોટિનમાં K417N નામના વધારાના મ્યુટેશન ગ્રહણ કરી લેવાને કારણે ડેલ્ટા પ્લસ વેરિયેન્ટ તૈયાર થાય છે. એ પ્રભાવિત સેલ્સમાં વાઇરસનું અટેચમેન્ટને વધારે છે, જે Ay.1, Ay.2 અને  Ay.3થી શરૂ થઈને 13 સુધી જાય છે.

મહારાષ્ટ્રમાં આ 13માંથી પ્રારંભના ત્રણ પ્રકાર માલૂમ પડ્યા છે. પ્રારંભિક ડેટામાં ડેલ્ટા પ્લસના મોનોક્લોનલ એન્ટિબોડી કોકટેલ ટ્રીટમેન્ટ્સ પ્રતિ પ્રભાવશૂન્ય હોવાની વાત માલૂમ પડી છે. એના ડેલ્ટા વેરિયેન્ટની જેમ સંક્રમણશીલ હોવાના ઓછા પુરાવા સાંપડ્યા છે, જે હજી ડોમિનન્ટ વેરિયેન્ટ છે.

મુંબઈમાં 63 વર્ષીય મહિલાના મોતની સાથે 11 કેસ રિપોર્ટ નોંધાયા હતા. મૃતકના પરિવારમાંથી છ લોકો કોરોના સંક્રમિત થયા હતા. એમાંથી બે લોકોમાં ડેલ્ટ પ્લસ વેરિયેન્ટ માલૂમ પડ્યા હતા, જેમાં એક પરિવારનો સભ્ય હતો, જ્યારે બીજો ઘરમાં કાર કરવાવાળો માણસ હતો, જે ઝૂંપડીમાં રહેતો હતો.

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]