નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસોમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં કોરોના વાઇરસના સંક્રમણના અત્યાર સુધીના સૌથી વધુ નવા 9851 કેસ સામે આવ્યા છે અને 273 લોકોનાં મોત થયાં છે. આ સાથે પાછલા 24 કલાકમાં 5355 લોકો સ્વસ્થ થયા છે. દેશમાં કોરોના વાઇરસથી સંક્રમિતોની સંખ્યા વધીને 2,26,770 થઈ છે અને 6348 લોકોનાં મોત થયાં છે. રાહતની વાત એ છે કે આ બીમારીમાંથી અત્યાર સુધી 1,09462 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. જોકે હજી પણ 1,10,960 લોકો કોરોના સંક્રમિત છે. રિકવરી રેટ વધીને 48.27 ટકા થયો છે.
મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 77,793
મહારાષ્ટ્રમાં પાછલા 24 કલાકમાં 123 લોકોનાં મોત થયાં છે, જે અત્યાર સુધીનો સૌથી મોટો ઉછાળો છે. રાજ્યમાં અત્યાર સુધી 2710 લોકોનાં મોત થયાં છે. પાછલા 24 કલાકમાં આશરે 3000 નવા કેસ નોંધાયા છે અને દર્દીઓનો આકંડો 77,793એ પહોંચ્યો છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.