કોલકાતાઃ બંગાળ સરકારને કોલકાતા હાઇકોર્ટથી મોટો આંચકો લાગ્યો છે. હાઇકોર્ટે શિક્ષક ભરતીને રદ કરી દીધી છે. હાઇકોર્ટે બંગાળ સ્કૂલ સેવા પંચ પેનલને પણ રદ કરી દીધી છે. આ પંચે જ ભરતી કરી હતી. હાઇકોર્ટે 2016ની પૂરી જોબ પેનલને રદ કરી દીધી છો. આ પેનલે આશરે 24,000 શિક્ષકોને નોકરીએ રાખ્યા હતા. આ ભરતીમાં રૂ. પાંચ લાખથી રૂ. 15 લાખની લાંચ લેવાનો આરોપ છે.
આ ભરતી કૌભાંડમાં તત્કાલીન શિક્ષણ મંત્રી પાર્થ ચેટરજીની પણ ધરપકડ થઈ ચૂકી છે. તેમના સહયોગીઓનાં સ્થાનો પરથી કરોડ રૂપિયા પણ જપ્ત કરવામાં આવ્યા હતા. શિક્ષક ભરતી કૌભાંડ મામલામાં કોલકાતા હાઇકોર્ટના જસ્ટિસ દેવાંશુ બસાકની ખંડપીઠે આ ચુકાદો આપ્યો હતો. આ મામલે TMCના કેટલાય નેતા, વિધાનસભ્યો અને શિક્ષણ વિભાગના કેટલાય અધિકારીઓ પણ જેલમાં છે.
આ કૌભાંડ 2014નું છે, ત્યારે પશ્ચિમ બંગાળ સ્કૂલ સર્વિસ કમિશન (SSC)એ પશ્ચિમ બંગાળમાં સરકારી સ્કૂલોમાં શિક્ષકોની ભરતી કાઢી હતી. આ ભરતી પ્રક્રિયા 2016માં શરૂ થઈ હતી. એ વખતે પાર્થ ચેટરજી શિક્ષણ મંત્રી હતા. આ મામલામાં ગેરરીતિઓની કેટલીય ફરિયાદોની કેટલીય ફરિયાદો હાઇકોર્ટમાં દાખલ થઈ હતી.
કોલકાતા હાઇકોર્ટે ભૂતપૂર્વ જસ્ટિસ અભિજિત ગાંગુલીએ આ મામલે સુનાવણી કરતાં એની તપાસ CBIને સોંપી હતી. તેમણે જ પાર્થ ચેટરજીને પણ CBI સમક્ષ હાજર થવાનો આદેશ સંભળાવ્યો હતો. ત્યાર બાદ પાર્થ ચેટરજીપાર્થ ચેટરજીની ધરપકડ થઈ હતી. અભિજિત ગાંગુલી હવે ભાજપમાં સામેલ થઈ ચૂક્યા છે અને તમલૂક લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર પણ છે.