લખનઉઃ ફિલ્મ ‘આદિપુરુષ’ને રિલીઝ થયે 10 દિવસ વીતી ચૂક્યા છે, પણ એની સાથે જોડાયેલો વિવાદ હજી ચાલુ છે. આ ફિલ્મના સંવાદોને લઈને દર્શકોએ વાંધો ઉઠાવ્યો છે.એની સામે વકીલ કુલદીપ તિવારીએ અલાહાબાદ હાઇકોર્ટની લખનઉ ખંડપીઠમાં અરજી કરી હતી. આ અરજી પર આજે સુનાવણી થઈ હતી. આ સુનાવણીમાં હાઈકોર્ટે સેન્સર બોર્ડ અને ફિલ્મના નિર્માતા-નિર્દેશકને ફટકાર લગાવી હતી.
કોર્ટે કહ્યું હતું કે માત્ર રામાયણ જ નહીં, બલકે પવિત્ર કુરાન, ગુરુ ગ્રંથ સાહિબ અને ગીતા જેવા ધાર્મિક ગ્રંથોને તો કમસે કમ છોડી દો. બાકી જે કરો છો, એ કરતા રહો. કોર્ટે ફિલ્મના પ્રોડ્યુસર, ડિરેક્ટર સહિત અન્ય પક્ષકારોની કોર્ટમાં ગેરહાજરી પર આકરું વલણ દાખવ્યું હતું.સિનિયર વકીલ રંજના અગ્નિહોત્રીએ સેન્સર બોર્ડ દ્વારા અત્યાર સુધી જવાબ દાખલ નહીં કરાયા મુદ્દે વાંધો ઉઠાવ્યો હતો અને કોર્ટને ફિલ્મના વાંધાજનક તથ્યોની માહિતી આપી હતી.
રાવણ દ્વારા તા4માચીડિયાનું માંસ ખવડાવવા, કાળા રંહની લંકા, ચામાચીડિયાને રાવણનું વાહન દર્શાવવા, સુષેન વૈદ્યને બદલે વિભિષણની પત્નીને લક્ષ્મણજીને સંજીવની આપતાં દર્શાવવા, વાંધાજનક સંવાદ અને અન્ય બધા તથ્યોને કોર્ટમાં રાખવામાં આવ્યા હતા, જેના પર કોર્ટે સહમતી દર્શાવી હતી. હવે મંગળવારે 27 જૂને ફરી એક વાર આ મામલે સુનાવણી થશે.
અરજીમાં આરોપ લગાવાયા
અરજીમાં આ ફિલ્મના મેકર્સ પર મોટા આરોપ લગાવતાં કહેવામાં આવ્યું છે કે આ ફિલ્મ શ્રીરામ કથાને બદલીને નિમ્ન સ્તરની દેખાડવામાં આવી છે. વકીલ કુલદીપે ફિલ્મમાં સંશોધન કરવા બદ સંવાદ લેખક મનોજ મુંતશિરને પક્ષકાર બનાવવાની વિનંતી કરી છે.