જમ્મુ-કાશ્મીર, UP અને પંજાબમાં ભૂકંપનો આંચકો અનુભવાયો

નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીર, દિલ્હી-NCR સહિત દેશના અન્ય વિસ્તારોમાં શનિવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જમ્મુ-કાશ્મીરની કાશ્મીર ખીણ અને જમ્મુના કેટલાક ભાગમાં ભૂકંપના તેજ આચકા અનુભવાયા હતા. આ ભૂકંપનો આંચકો રિક્ટરર સ્કેલ પર 5.7ની તીવ્રતાનો હતો. જોકે ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાન-તાજિકિસ્તાનની સરહદે હતું. આ ઉપરાંત આ ભૂકંપ 181 કિલોમીટર ઊંડો હતો., એમ નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીએ જણાવ્યું હતું.

આ ભૂકંપને ઉત્તર પ્રદેશના નોએડામાં કેટલાક લોકોએ ટ્વીટ કર્યું હતું કે કમસે કમ 20 સેકન્ડ માટે જમીન હલી હતી. આ ભૂકંપનો આંચકો અનુભવાતાં લોકો પોતાનાં ઘરોની બહાર આવી ગયા હતા. લોકોના જણાવ્યા મુજબ જમીન તેજ હલી ગઈ હતી. જેને કારણે બધા ડરી ગયા હતા. જો આ ભૂકંપમાં જાનમાલના નુકસાનના અહેવાલ નથી.  આ પહેલાં 14 જાન્યુઆરીએ જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. એ વખતે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5.3 હતી.

કાશ્મીર પહાડો આચ્છાદિત વિસ્તાર છે. આ ક્ષેત્રમાં મોટો ભૂકંપ આવવાની શક્યતા છે, એવું નિષ્ણાતો કહે છે. આવા લોકોમાં એક ડર હંમેશાં રહે છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]