મુંબઈ તા. 9 સપ્ટેમ્બર, 2011: કંટ્રોલર ઓફ સર્ટિફાઈંગ ઓથોરિટીઝ (સીસીએ)એ સીડીએસએલની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી સીડીએસએલ વેન્ચર્સ લિમિટેડ (સીવીએલ)ને ઈ-સાઈન સર્વિસીસ પૂરી પાડવા માટેની માન્યતા આપી છે. વધુમાં સીસીએએ સીવીએલનો સમાવેશ ઓનલાઈન આધાર ઈકેવાયસી આધારિત સર્વિસીસ એપ્લિકેશન સર્વિસ પ્રોવાઈડર્સને પૂરી પાડતા ઈસાઈન સર્વિસ પ્રોવાઈડર્સ (ઈએસપી)માં કર્યો છે.
સીવીએલના એમડી અને સીઈઓ સુનીલ અલવારેસે કહ્યું કે ડિજિટલ માળખાને ધરમૂળથી બદલવાની સરકારની પહેલ સાકાર થઈ રહી છે અને સીડીએસએલ વેન્ચર્સને ઈસાઈન સર્વિસ પ્રોવાઈડરની આપવામાં આવેલી માન્યતાથી તેને વેગ મળશે. અમારી e-સર્વિસીસ દેશની પેપરલેસ ઝુંબેશને વેગ આપશે.
e-Sign અથવા ઈલેક્ટ્રોનિક સિગ્નેચર સર્વિસને ડોક્યુમેન્ટમાં ડિજિટલ સહી માટે વિવિધ એપ્લિકેશન્સ સાથે સાંકળવામાં આવે છે, જેને પગલે નાગરિકોને સુવિધા અને સલામતી મળે છે, જ્યારે સંસ્થાઓને સમય અને ખર્ચની બચત થાય છે.