કેન્દ્ર સરકાર ચીનની 54 એપ્સ પર પ્રતિબંધ મૂકશે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર ગેરકાયદે રીતે ડેટા એક્સેસ કરતી ચાઇનીઝ એપ પર લગામ તાણશે. સરકાર ચાઇનીઝ મૂળની એ એપ્સની તપાસ કરવાનું જારી રાખશે, જે ગેરકાયદે પ્રકારે ભારતીયોનો ડેટાને સતત એક્સેસ કરી રહી છે. જેથી સરકાર 54 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂકશે.  આ ખુલાસો થયાના એક દિવસ પછી આવ્યો છે, જેમાં 54 ચીની એપ્સમાં અલીબાબા, ટેનસેન્ટ અને ગેમિંગ કંપની નેટઇઝ સહિત અને એપ્સ સામેલ છે, એમ એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું. ભારતીયોના સંવેદનશીલ ડેટા સુધી પહોંચવા માટે ચીની એપ્સ સતત નામ અને હોસ્ટ બદલી રહ્યાં છે. સરકાર સમયાંતરે આ એપ્સનું સ્કેનિંગ કરે છે.

આ 54 ચાઇનીઝ એપ્સને રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમી બનાવતા ઇલેક્ટ્રોનિક્સ અને આઇટી મંત્રાલયે પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો છે. ITની કલમ 69A હેઠળ હેઠળ પસાર કરવામાં આવેલા આદેશ મુજબ એપ્સના ડેવલપર્સને જાણ કરવામાં આવે છે કે હંગામી રીતે એપ્સને ગૂગલના પ્લે સ્ટોરમાંથી બ્લોક કરવામાં આવી છે, એમ ગૂગલના એક પ્રવક્તાએ નિવેદનમાં કહ્યું હતું.

આ પહેલાં સપ્ટેમ્બર, 2020માં સરકારે લોકપ્રિય ચીની એપ્સ પબ્જી સહિત 50થી વધુ ચાઇનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકારે ટિકટોક, વીચેટ અને હલો સહિત 59 ચીની એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ એપ્સ યુઝર્સનો ડેટા એકત્ર કરીને બહાર પણ મોકલી રહી હોવાની આશંકા છે.