નવી દિલ્હીઃ સ્વિસ લીક, પનામા પેપર્સ લીક, પેરાડાઈઝ પેપર્સ લીક અને મોરેશિયસથી મળેલા ઘણા દસ્તાવેજો છે કે જેમાં 2 લાખ જેટલા ઈમેઈલ, બેંક સ્ટેટમેન્ટ સહિત છે, તેનાથી ખ્યાલ આવે છે કે વિભિન્ન કોર્પોરેટ સેક્ટર્સ દ્વારા મોરેશિયસમાં રોકાણ કરીને મોટી માત્રામાં ટેક્સની બચત કરવામાં આવી છે. હકીકતમાં ઘણી કોર્પોરેટ કંપનીઓએ પોતાની સહયોગી મલ્ટીનેશનલ કંપનીઓને કેપિટલ ગેઇન ટેક્સની સુવિધાનો ફાયદો પહોંચાડ્યો છે. આનાથી ભારતને પ્રત્યક્ષ વિદેશી રોકાણ મામલે ખૂબ નુકસાન ઉઠાવવું પડ્યું છે.
18 દેશોના સંયુક્ત ઈન્ટરનેશનલ કન્સોર્ટિયમ ઓફ ઈન્વેસ્ટિગેટિવ જર્નલિસ્ટ અને ધ ઈન્ડિયન એક્સપ્રેસે એક ઓફશોર સ્પેશિયલિસ્ટ ફર્મ કોનેયર્સ ડિલ એન્ડ પેયરમેન દ્વારા ઉપ્લબ્ધ કરાવવામાં આવેલા આંકડાઓનું વિશ્લેષણ કર્યું છે. આનાથી ખ્યાલ આવે છે કે ભારત અને મોરેશિયસ વચ્ચે વર્ષ 1982માં DTAA નામની એક સંધી થઈ હતી. આ સંધી અંતર્ગત કોઈ કંપની ટેક્સ રેજિડેન્સી માટે આવેદન કરે છે તો તેને કેપિટલ ગેન્સ ટેક્સ નહી આપવો પડે.
આ જ કારણ રહ્યું કે આ સંધીને લઈને મોરેશિયસ, ભારતમાં રોકાણ માટે સૌથી વધારે પસંદીદા ચેનલ બનીને ઉભર્યું. છેલ્લા 33 વર્ષ દરમિયાન ઘણી આપત્તિઓ છતા આ સંધી ચાલતી રહી અને હવે 10 મે 2016ના રોજ સંધીથી ઉક્ત પ્રાવધાન ખતમ કરવામાં આવ્યું છે. ત્યારબાદ મોરેશિયસથી ભારતમાં થનારા રોકાણ પર પણ કેપિટલ ગેન્સ ટેક્સ લગાવવાનું શરુ કરી દીધું છે. છેલ્લા 10 વર્ષથી આ વ્યવસ્થા અસ્થાયી રુપથી લાગૂ હતી, પરંતુ આગામી એપ્રીલ 2019થી આ વ્યવસ્થા સ્થાયી થઈ ગઈ છે.
ઉલ્લેખનીય છે કે હવે ભારતમાં મોરેશિયસથી થઈને આવનારા પ્રત્યક્ષ વિદેશી રોકાણમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે અને વર્ષ 2018-19ના મુકાબલે આ 44 ટકા સુધી ઘટી ગયું છે. રેકોર્ડ અનુસાર પેરાડાઈઝ પેપર્સ લીકથી મળેલી જાણકારી અનુસાર, રેલીગેયર એન્ટરપ્રાઈઝ લિમિટેડે એક અન્ય કંપનીમાં રોકાણ કર્યું હતું. જેને સંદિગ્ધ માનવામાં આવી રહી છે.
જો કે મોરેશિયસના નાણાપ્રધાને આ પ્રકારના આરોપોને ફગાવી દીધા છે. તો ભારતીય નાણાં મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે ભારતે વર્ષ 1993માં બંન્ને દેશો વચ્ચે થયેલી સંધિમાં બદલાવનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ મોરેશિયસના વિરોધને લઈને આ ન થઈ શક્યું. ત્યારબાદ વર્ષ 2016માં મોરેશિયસ અને ભારતની સરકારો આ સંધિને બદલવા માટે રાજી થઈ હતી.