નવી દિલ્હી – એક નવા સર્વેક્ષણ અનુસાર, દુનિયામાં શ્રેષ્ઠ UNESCO વર્લ્ડ હેરિટેજ સ્થળોની યાદીમાં આગરાનો તાજમહલ બીજા નંબરે આવી ગયો છે.
સફેદ આરસપહાણનો બનાવેલો તાજમહલ પ્રેમના પ્રતિકસમાન સ્મારક છે.
તાજમહલની પહેલાં, નંબર-વન હાંસલ કર્યો છે કમ્બોડિયાના અંગકોર વાટ મંદિરે.
આ સર્વેક્ષણ ઓનલાઈન ટ્રાવેલ પોર્ટલ ‘ટ્રિપએડવાઈઝર’ દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. એણે યૂનેસ્કો સંસ્થાના તમામ સાંસ્કૃતિક તેમજ કુદરતી હેરિટેજ (ધરોહર) સ્થળોને આ યાદીમાં સ્થાન આપ્યું છે.
મુગલ બાદશાહ શાહજહાંએ એમના પત્ની મુમતાઝ મહલની યાદમાં આ સ્મારક બંધાવ્યું હતું.
કમ્બોડિયાનું મંદિર અંગકોર વાટ વિશ્વમાં સૌથી મોટું ધાર્મિક સ્મારક છે.
સર્વેક્ષણમાં ચીનની દીવાલ, પેરુ દેશના રમણીય ગામ મચુ પિચુનો પણ સમાવેશ કરાયો છે.