ભ્રષ્ટાચાર પર મોદી સરકારની સર્જિકલ સ્ટ્રાઈક, ઓફિસરો પર મોટી કાર્યવાહી

નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચાર પર પ્રહારનો વાયદો કર્યો હતો અને કહ્યું હતું કે “ન ખાઈશ કે ન ખાવા દઈશ”. પોતાના આ વાયદા પર આગળ વધતા પોતાના બીજા કાર્યકાળમાં મોદી સરકારે ભ્રષ્ટાચાર પર સર્જીકલ સ્ટ્રાઈક કરી દીધી છે.

એક અભૂતપૂર્વ પગલું ભરતા મોદી સરકારે 12 વરિષ્ઠ ઓફિસરોને રિટાયરમેન્ટ આપી દીધું. ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સના નિયમ 56 અંતર્ગત નાણા મંત્રાલયે આ ઓફિસરોને સમય પહેલા જ રિટાયર કરી દીધા છે.

સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ એન્ડ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ્સના નિયમ 56 અંતર્ગત આ ઓફિસરોને સમય પહેલા જ રિટાયર કરી દેવામાં આવ્યા છે. ઘણા લોકો આને મોદી સરકાર 2.0 અંતર્ગત સફાઈ અભિયાન તરીકે જોઈ રહ્યા છે. આ ઓફિસરોમાં કેટલાક પર કથિત રુપે ભ્રષ્ટાચાર, ગેરકાયદેસર તેમજ જ્ઞાત સ્ત્રોતોથી વધારે સંપત્તિ અને યૌન ઉત્પીડનના આરોપ છે.

 

નિયમ 56 અંતર્ગત રિટાયર કરવામાં આવેલા તમામ અધિકારી ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં ચીફ કમિશ્નર, પ્રિંસિપલ કમિશ્નર્સ, અને કમિશ્નર જેવા પદો પર સ્થિત હતા. રિપોર્ટ્સ અનુસાર આમાંથી ઘણા ઓફિસરો પર કથિત રીતે ભ્રષ્ટાચાર, ગેરકાયદેસર અને બેનામી સંપત્તિ સીવાય યૌન શોષણ જેવા ગંભીર આરોપ હતા.

આ 12 ઓફિસરોમાં અશોક અગ્રવાલ (આઈઆરએસ 1985), એસકે શ્રીવાસ્તવ (આઈઆરએસ 1989), હોમી રાજવંશ (આઈઆરએસ 1985), બીબી રાજેન્દ્ર પ્રસાદ, અજોય કુમાર સિંહ, બી અરુલપ્પા, આલોક કુમાર મિત્રા, ચાંદર સેન ભારતી, અંડાસુ રવીન્દ્ર, વિવેક બત્રા, સ્વેતાભ સુમન અને રામ કુમાર ભાર્ગવનો સમાવેશ થાય છે.

જે ઓફિસરોને જબરદસ્તી રિટાયરમેન્ટ આપવામાં આવી રહ્યું છે, તે યાદીમાં ટોચ પર સંયુક્ત આયુક્ત રેંકના અધિકારી અશોક અગ્રવાલ છે, જેમના વિરુદ્ધ સ્વયંભૂ ધર્મગુરુ ચંદ્રાસ્વામીની મદદ કરવાનો આરોપ છે. સાથે જ વ્યાપારીઓ પાસેથી જબરદસ્તી વસુલી અને લાંચ લેવાના પણ ગંભીર આરોપો છે.

એસ. કે. શ્રીવાસ્તવ

આઈટી અપીલના કમિશનર એસ.કે. શ્રીવાસ્તવ  સામે કમિશનર રેન્કની જ બે મહિલા અધિકારીઓ સામે જાતીય  સતામણીના કેસ બાબતે પગલાં લેવાયા છે.

હોમી રાજવંશ

૧૯૮૫ના આઈએરએસ અધિકારી હોમી રાજવંશ સામે વધારેની સંપત્તી ભેગી કરવાના આરોપ છે. ભ્રષ્ટાચાર અને પદનો દૂરુપયોગ કરીને સંપત્તી ભેગી કરી હોવાના પણ આરોપ છે.

બી. બી. રાજેન્દ્ર પ્રસાદ

સીબીઆઈ દ્વારા પ્રસાદ સામે ગેરકાયદે આદેશો કરાવીને સંપત્તી ભેગી કરવાના આરોપો મુકાયા હતા. આ મુદ્દે કેસ નોંધીને સીબીઆઈએ તપાસ શરૂ કરી તેમની ધરપકડ કરી હતી.

અજોય કુમાર

મુંબઈના તત્કાલિન આઈટી વિભાગના એડિશન કમિશનર અજોય કુમારસિંહ સામે સીબીઆઈ દ્વારા આવક કરતા વધારે સંપત્તી હોવાના કેસમાં ધરપકડ પણ કરાઇ હતી.

શ્રી બી. અરુલપ્પા

શ્રી બી. અરુલપ્પા સામે મોટા એસાઈન્મેન્ટ અને મહત્ત્વના કામમાં સીનિયર અધિકારીઓની વાત ન માનવાની અને તપાસને અયોગ્ય રીતે પૂરી કરી હોવાના આરોપો છે.

આલોકકુમાર મિત્રા

આલોકકુમાર ભ્રષ્ટાચાર અને ખંડણી ઉઘરાવવાના ઘણા કેસમાં આરોપી છે. તેમણે પદનો દૂરુપયોગ કરીને બદઈરાદા સાથે ખોટા આદેશો જારી કર્યા હતા.

ચન્દેર સૈની ભારતી

સીબીઆઈએ છટકું ગોઠવીને આંગડીયા થકી ૩૦ લાખની લાંચ લેવાના કેસમાં ચન્દેર સૈની ભારતીને રંગેહાથ ઝડપી પાડયા હતા. ભારતી હવાલા થકી લેવડદેવડ કરતા હતા.

અન્દાસુ રવિન્દર

સીબીઆઈએ તેમને ૫૦ લાખની રોકડ સાથે ઝડપી પાડયા હતા. તેઓ પોતાનાી પદનો દૂરુપયોગ કરીને વિવિધ કેસ સાથે સંકળાયેલા લોકો પાસેથી પૈસા પડાવતા હતા.

વિવેક બત્રા

૨૦૦૫માં સીબીઆઈએ બત્રા સામે આવક કરતા વધારે સંપત્તીનો કેસ દાખલ કર્યો હતો. તેમણે ઘણા ગેરકાયદે ટ્રાન્ઝેક્શન કર્યા હતા. આઠ વર્ષમાં ૧૦થી વધુ ખાનગી વિદેશ પ્રવાસ કર્યા હતા.

શ્વેતાભ સુમન

સીબીઆઈએ ૨૦૧૮માં શ્વેતાભ સુમનની ધરપકડ કરી હતી. તેમણે ઉદ્યોગપતિને શેલ કંપની માટે મદદ કરવા બદલ ૫૦ લાખની માગણી કરી હતી. તે સમયે દરોડા પડવામાં આવ્યા હતા.

હકીકતમાં નાણામંત્રાલય રુલ 56નો ઉપયોગ એવા અધિકારી પર કરવામાં આવે છે કે જેઓ 50 થી 55 વર્ષની ઉંમરના હોય અને 30 લક્।વો કાર્યકાળ પૂર્ણ કરી ચૂક્યા હોય. સરકાર દ્વારા આ પ્રકારના અધિકારીઓને અનિવાર્ય રિટયરમેન્ટ આપવામાં આવી શકે છે. આવું કરવા પાછળ સરકારનો ઉદ્દેશ્ય નોન-પર્ફોર્મિંગ સરકારી સેવકને રિટાયર કરવાનો હોય છે. સરકાર દ્વારા અધિકારીઓને અનિવાર્ય રિટાયરમેન્ટ આપવાનો નિયમ ઘણા સમયથી પ્રભાવી છે.