નવી દિલ્હી: INX Media Case મામલે સુપ્રીમ કોર્ટમાં આજે કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમની જામીન અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી. સુપ્રીમ કોર્ટે ચિદમ્બરની જામીન અરજીની અપીલ પર ઈડીને નોટીસ પાઠવી જવાબ માગ્યો છે. આ મામલે આગામી સુનાવણી 26 નવેમ્બરે હાથ ધરાશે. આ અગાઉ દિલ્હી હાઈકોર્ટે ચિદમ્બરમને જામીન આપવાની મનાઈ ફરમાવી હતી. દિલ્હી હાઈકોર્ટના આ આદેશને પડકાર આપતા ચિદમ્બરમ તરફથી અપીલ કરવામાં આવી હતી. ચિદમ્બરમ છેલ્લા 90 દિવસથી જેલમાં બંધ છે.
મહત્વનું છે કે, મુખ્ય ન્યાયધીશ એસ.એ.બોબડેની નવ-શપથ ગ્રહણની અધ્યક્ષતા વાળી પીઠે સોમવારે એક ઉપયુક્ત પીઠ સમક્ષ ચિદમ્બરની જામીન અરજી મામલેને સૂચીબદ્ધ કરવા આદેશ આપ્યો હતો. પીઠે મોડી સાંજે તેમના આદેશમાં કહ્યું કે, 20 નવેમ્બરે એક યોગ્ય પીઠ સમક્ષ તે સૂચીબદ્ધ છે.
દિલ્હી હાઈકોર્ટે 15 નવેમ્બરે ઈડી દ્વારા દાખલ મામલે ચિદમ્બરમની જામીન અરજી ફગાવી દીધી હતી. મહત્વનું છે કે, પ્રથમ વખત આઈએનએક્સ મીડિયા ભ્રષ્ટાચાર મામલે 21 ઓગસ્ટે કેન્દ્રીય તપાસ બ્યૂરો (સીબીઆઈ) દ્વારા ચિદમ્બરમની ધરપકડ કરવામાં આવી હતી અને 22 ઓક્ટોબરે સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપી દીધા હતાં.