જયપુર- ભાજપ સરકારના પ્રધાન ગજેન્દ્રસિંહ શેખાવતે કહ્યું કે, કેન્દ્ર સરકાર જલ્દી જ પાકિસ્તાનમાં જતા પાણી પર કાપ મુકી દેશે. તેમણે કહ્યું સરકારે નિર્ણય કર્યો છે કે, સિંધુ જળ સંધિ ઉપરાંત વધારાનું જેટલું પાણી પાકિસ્તાનમાં જતું હતું તેની સપ્લાઈ રોકી દેવામાં આવશે. સંધિ ઉપરાત વધારનું ભારતની નદીઓના હિસ્સાનું પાણી પાકિસ્તાનમાં વહી જતુ હતું તેને રોકી લેવામાં આવશે.
શેખાવતે કહ્યું કે, આપણા હક્કનું આ પાણી રોકીને આપણા ખેડૂતો માટે, ઉદ્યોગો માટે, આપણા દેશમાં વીજળી ઉત્પન્ન કરવા માટે અને દેશના નાગરિકોને પીવા માટે ઉપયોગ કરવામાં આવશે. મને લાગે છેકે, સરકારના આ નિર્ણયની કોઈને વાંધો નહીં હોય.
ગજેન્દ્ર સિંહ શેખાવતે કહ્યું અમે હાઈડ્રોલોજિકલ અને ટેક્નો ફિઝિબિલિટી અભ્યાસ પર કામ કરી રહ્યા છીએ. મે નિર્દેશ આપ્યા છે કે, આને તાત્કાલિક અમલ કરવામાં આવે જેથી અમે યોજનાઓને અંજામ આપી શકીએ. આ સાથે જ પાકિસ્તાનમાં જતાં પાણીને રોકીને તેનો ઉપયોગ ભારતના વિકાસ માટે કરવામાં આવશે. જમ્મુ કશ્મીર, પંજાબ અને અન્ય રાજ્યના લોકોને આ પાણીનો ફાયદો મળી શકશે.
મહત્વનું છે કે, ગજેન્દ્ર સિંહ શેખાવત મોદી સરકારમાં પ્રધાન છે. જેને પ્રથમ વખત બનાવવામાં આવલે જળ શક્તિ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે.