કશ્મીર ઘાટીમાં ભાજપના અચ્છે દિન, 23 હજાર કાર્યકર્તાઓ પાર્ટીમાં જોડાયાં

કશ્મીર– જમ્મુ-કશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો ખત્મ કરવાની સાથે કેન્દ્રશાસિત પ્રદેશ બનાવ્યાં બાદ એવું લાગે છે કે, ઘાટીમાં ભાજપના અચ્છે દિન આવી ગયાં છે. કશ્મીર બારામુલા, અનંતનાગ અને શ્રીનગરમાંથી ભાજપે 23 હજાર કાર્યકર્તાઓને પાર્ટીમાં જોડ્યાં છે. ભાજપના ઉપાધ્યક્ષ અને રાજ્યના ચૂંટણી પ્રભારી અવિનાશ રાય ખન્નાએ કહ્યું કે, પાર્ટીએ ઓનલાઈન રજિસ્ટ્રેશન મારફતે 3.50 લાખ નવા સભ્યોને પાર્ટીમાં જોડ્યાં છે.

રાજ્યમાં જે સ્થળો પર મોબાઈલ સંપર્ક નબળું છે ત્યાં ઓફલાઈન સભ્ય ઝૂંબેશ પર ભાર મુકવામાં આવી રહ્યો છે. ભાજપ તરફથી ટોરફ્રી નંબર પર મોબાઈલથી મિસ્ડ કોલ મારફતે પણ પાર્ટીના સભ્ય બનવાની સુવીધા શરુ કરવામાં આવી છે. લોકસભા ચૂંટણી પહેલા રાજ્યમં ભાજપ કાર્યકર્તાઓની સંખ્યા 5.20 લાખ હતી.

અવિનાશ રાય ખન્નાનું કહેવું છે કે, પાર્ટી ઘાટીમાં લોકોની વચ્ચે કેન્દ્ર સરકારની ઉજ્જવલા, સ્વચ્છ ભારત હેઠળ શૌચાલય નિર્માણ જેવી યોજનાઓનો પ્રચાર કરશે. ખન્નાનું કહેવું છે કે, આ ક્ષેત્રમાં અમારા 100 પાર્ષદ પણ છે. હવે લોકો પાસે વિકાસ માટે સીધા નાણાં પહોંચી રહ્યાં છે.