ચેન્નઈઃ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા સ્થિત ઈસરોના સતીશ ધવન સ્પેસ સેન્ટર પરથી બુધવારે સવારે PSLV c47 ને લોન્ચ કરી દેવામાં આવ્યું છે. આ લોન્ચ વ્હિકલથી અમેરિકાના 13 નેનો સેટેલાઈટ સહિત થર્ડ જનરેશનનું કાર્ટોસેટ-3 લોન્ચ કરવામાં આવ્યું છે જેને ભારતની આંખ કહેવામાં આવી રહ્યું છે. ચંદ્રયાન-2 બાદ ભારતના સ્પેસ મિશનને આવું નામ શાં માટે આપવામાં આવ્યું, આવો જાણીએ…
કાર્ટોસેટ-3 માં જે કેમેરા લાગેલા છે તેનું સ્પેશિયલ અને ગ્રાઉન્ડ રિઝોલ્યુશન ખૂબ વધારે છે. આમાં દુનિયાનો સૌથી શક્તિશાળી કેમેરો લાગેલો છે. આની મદદથી 509 કિલોમીટરની ઉંચાઈથી એકદમ સ્પષ્ટ ફોટોગ્રાફ્સ લઈ શકાશે. આટલી ઉંચાઈથી જમીન પર આ કેમેરો એવી બે વસ્તુઓમાં ફર્ક કરી શકે છે જેના વચ્ચેનું અંતર 25 સેન્ટિમીટર હોય. એક અધિકારી અનુસાર ભારત પાસે ઉપસ્થિત ઓબ્ઝર્વેશન વાળા સેટેલાઈટ્સમાંથી કાર્ટોસેટ-3 માં સૌથી વધારે એડવાન્સ્ડ સ્પેશિયલ રિઝોલ્યુશન છે. આટલું જ નહી સારા ગ્રાઉન્ડ રિઝોલ્યુશન હોવાના કારણે જમીનથી એક ફૂટ ઉંચી વસ્તુને પણ સરળતાથી ઓળખી શકે છે.
સુરક્ષા દળો માટે પણ કાર્ટોસેટ ખૂબ મહત્વનું હશે. આનાથી સુરક્ષા દળોની સ્પેસ સર્વેલન્સની ક્ષમતા વધશે. પૈનક્રોમૈટિક મોડમાં આ 16 કિલોમીટરના દૂરની સ્પેશિયલ રેન્જ કવર કરી શકે છે. આ પહેલા લોન્ચ કરવામાં આવેલા કોઈપણ સર્વેલન્સ સેટેલાઈટમાં આ પ્રકારની ક્ષમતા નહોતી. આમાં એક ખાસ ક્વોલીટી એપણ છે કે આનાથી મલ્ટી-સ્પેક્ટ્રમ (ઈઈલેક્ટ્રો મેગ્નેટિક સ્પેક્ટ્રમની ખાસ રેન્જમાં આવનારી લાઈટ) અને હાઈપર સ્પેક્ટ્રમ (આખા ઈલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમમાં આવનારી લાઈટ) ને કેપ્ચર કરી શકે છે. આનાથી સેના ઝુમ કરીને દુશ્મનના ઠેકાણાઓ શોધી શકે છે.
તો વડાપ્રધાન મોદીએ પણ કાર્ટોસેટ-3 ના લોન્ચિંગ પર કહ્યું કે, હું ઈસરોની ટીમના એક અને મોટા મિશનના સફળ લોન્ચિંગ પર શુભકામનાઓ આપું છું. ઈસરોએ એવાર ફરીથી દેશને ગૌરવ અપાવ્યું છે.
આની મદદથી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ, કોસ્ટલ જમીનનો ઉપયોગ અને નિયમન, રોડના નેટવર્કને મોનિટર કરવા માટે, ભૌગોલિક સ્થીતીઓમાં આવતા બદલાવની ઓળખ કરવા જેવા કામ કરી શકાશે. 1 હજાર 600 કિલોનો આ સેટેલાઈટ પાંચ વર્ષ સુધી ઓર્બિટમાં રહેશે. લોન્ચિંગ બાદ ઈસરોના ચીફ કે.સિવને કહ્યું કે, હું ખૂબ ખુશ છું કે PSLV-C47 દ્વારા 13 અન્ય સેટેલાઈટ્સ સાથે ઓર્બિટમાં સ્થીત કરી દીધા છે. કાર્ટોસેટ-3 સૌથી વધારે રિઝોલ્યુશન વાળો નાગરિક સેટેલાઈટ છે. અમારી પાસે માર્ચ સુધીના સમય માટે 13 મિશન છે કે જેમાં 6 લાર્જ વ્હિકલ મિશન છે અને 7 સેટેલાઈટ્સ મિશન છે.