મુંબઈઃ પંચાંગ અનુસાર, આ વર્ષનું બીજું સૂર્યગ્રહણ આવતીકાલે, મંગળવારે થવાનું છે. આ સૂર્યગ્રહણની અસર માનવ, પ્રાણી અને પક્ષીઓ તેમજ ગ્રહો ઉપર થઈ શકે છે.
ગુજરાતી-હિન્દુ વર્ષ 2078 અને અંગ્રેજી વર્ષ 2022ના દિવાળી પર્વ પછીના દિવસે સૂર્યગ્રહણ થઈ રહ્યું છે. આ સૂર્યગ્રહણ ભારતના ઘણા ખરા ભાગોમાં દેખાશે. અમુક શહેરોમાં આ સૂર્યગ્રહણ એક કલાકથી વધારે સમય સુધી દેખાશે. ગ્રહણના મધ્યભાગ વખતે ચંદ્ર ગ્રહ સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જશે.
કયા કયા શહેરમાં સૂર્યગ્રહણ કેટલી વાર દેખાશે?
મુંબઈ – સાંજે 4.49 થી 6.09 સુધી
અમદાવાદ – સાંજે 4.38થી સાંજે 6.06 સુધી
રાજકોટ – સાંજે 4.38થી સાંજે 6:10.33
નવી દિલ્હી – સાંજે 4.28થી સાંજે 5.42 સુધી
હૈદરાબાદ – સાંજે 4.58થી 5.48 સુધી
બેંગલુરુ – સાંજે 5.12થી 5.56 સુધી
કોલકાતા – સાંજે 4.42થી 5.47 સુધી
ચેન્નાઈઃ સાંજે 5.13થી 5.45 સુધી
ગુજરાતના દ્વારકામાં આ સૂર્યગ્રહણ 1 કલાક 45 મિનિટ સુધી દેખાશે જ્યારે સૌથી ઓછા સમય માટે પશ્ચિમ બંગાળમાં દેખાશે – આશરે 12 મિનિટ સુધી. ઈશાન ભારતના અમુક રાજ્યોમાં આ ગ્રહણ જોવા નહીં મળે.
સૂર્યગ્રહણનો આરંભ – બપોરે 2.29 મિનિટથી
સૂર્યગ્રહણનો મધ્યકાળ – સાંજે 4.30 મિનિટ
સૂર્યગ્રહણનો સમાપ્તિ સમય – સાંજે 6.32 મિનિટ
ગ્રહણનો કુલ સમય – 4 કલાક 3 મિનિટ