નવી દિલ્હીઃ સોશિયલ મીડિયાના સમયમાં ફેક ન્યૂઝ ખૂબ ઝડપી ફેલાય છે. ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આપણા માટે જેટલા લાભદાયક છે એટલા જ ખતરનાક પણ છે. આપણે સોશિયલ મીડિયા દ્વારા થોડી જ સેકન્ડ્સમાં ઘણાબધા લોકો સુધી પહોંચી શકીએ છીએ અને સાથે થોડી જ સેકન્ડ્સમાં આપણી પ્રાઈવેટ ઈન્ફોર્મેશન્સ લીક પણ થઈ શકે છે.
માત્ર આટલું જ નહી પરંતુ, WhatsApp અને Facebook જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મને કેટલાક ઉપદ્રવી પ્રકારના લોકો ફેક ન્યૂઝ ફેલાવવાનું માધ્યમ બનાવી રહ્યા છે. આ ઠગો અને ફેક ન્યૂઝ ફેલાવનારા લોકોએ આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ દ્વારા છેલ્લા થોડા વર્ષોમાં ઘણા લોકો સાથે ફ્રોડ કર્યું છે. આવી જ એક ઘટના સામે આવી છે કે જેમાં મેસેજ દ્વારા લોકોને ઠગવામાં આવ્યા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેટલાક યુઝર્સને લોકપ્રિય શુઝ મેકિંગ કંપની adidas ના ફ્રી શુઝ આપવાનો દાવો કરનારા મેસેજ મળ્યા છે. આ મેસેજ દ્વારા એક લિંક મોકલવામાં આવી રહી છે, જે એક મૈલેશિયસ એટલે કે ખતરનાક લિંક હોય છે. જેવા જ યૂઝર્સ લિંક પર ક્લિક કરે કે તરજ તેમની પ્રાઈવેટ ઈન્ફોર્મેશન આ ઠગ લોકો પાસે પહોંચી શકે છે. ત્યારબાદ યૂઝર્સનું અકાઉન્ટ હેક થવાના સંકટ સાથે જ, બેંકમાં જમા કરવામાં આવેલી રકમ ઠગો કાઢી લે તેવી પણ શક્યતાઓ વર્તાતી હોય છે. અત્યારે મોટાભાગના યૂઝર્સના બેંક અકાઉન્ટ તેમના મોબાઈલ નંબર સાથે લિંક હોય છે, ત્યારે આવામાં એ શક્યતાઓ વધારે વધી જાય છે કે આ ઠગો લોકો સાથે ફ્રોડ કરીને તેમના બેંક અકાઉન્ટમાંથી પૈસા ઉપાડી લે.
યૂઝર્સને આવી રહેલા મેસેજમાં કહેવામાં આવી રહ્યું છે કે adidas પોતાની 70 મી વર્ષગાંઠને સેલિબ્રેટ કરવા માટે 700 અથવા 2000 અથવા 3000 જોડી શુઝ અને 7000 ટી-શર્ટ્સ વહેંચવાની યોજના છે. આ તમામ ગિફ્ટ આઈટમ્સ કેટલાક પસંદગીના લોકોને જ મળશે, અને જો તમે પણ આ શુઝ અને ટી-શર્ટ્સ ગિફ્ટ લેવા ઈચ્છો છો તો અહીંયા આપવામાં આવેલી લિંક પર ક્લિક કરો. આ પ્રકારના ખોટા અને ભ્રામક મેસેજ દ્વારા યૂઝર્સને ઠગો પોતાની જાળમાં ફસાવી રહ્યા છે. જો તમારી પાસે પણ કંઈક આ પ્રકારના મેસેજીસ આવી રહ્યા છે, તો તેને તુરંત જ ડિલીટ કરી દો અને કોઈને ફોરવર્ડ ન કરશો. આ પ્રકારના ખોટા મેસેજના કારણે ઘણા યૂઝર્સને નુકસાન પહોંચી શકે છે.