નવી દિલ્હીઃ ન્યુ યોર્કથી આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મહિલા પર પેશાબ કરવાવાળા શંકર મિશ્રાની ધરપકડ કરવામાં આવી છે. બેંગલુરથી શંકર મિશ્રાને દિલ્હી પોલીસે બેંગલુરથી ધરપકડ કરી છે. એ પહેલાં મહિલાના કેટલાક સંદેશ શેર કરતાં મિશ્રાના વકીલોએ દાવો કર્યો હતો કે પીડિત મહિલે એ કથિત હરકત માફ કરી દીધી હતી અને ફરિયાદ નોંધાવવાની તેની કોઈ ઇચ્છા નહોતી. વકીલે દાવો કર્યો હતો કે પીડિતાને વલતર તરીકે રૂ. 15,000ની ચુકવણી કરવામાં આવી હતી, જે પછી પીડિતાએ પરિવારને એ પર કર્યા હતા. જોકે મિશ્રાના પિતાએ તેમના પુત્ર પર લગાવેલા આરોપોને ખોટા ગણાવ્યા હતા.
ગયા વર્ષે 26 નવેમ્બરે એર ઇન્ડિયાની ન્યુ યોર્ક-દિલ્હી ફ્લાઇટ્સના બિઝનેસ ક્લાસમાં મિશ્રાએ નશાની હાલતમાં એક વયોવૃદ્ધ મહિલા પર પેશાબ કર્યો હતો. મિશ્રાએ વકીલોના માધ્યમથી જારી કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે તેમણે 28 નવેમ્બરમાં મહિલાના કપડાં અને બેગ ધોઈ આપ્યાં હતાં અને 30 નવેમ્બરે તેને એ પરત કર્યાં હતા.
બીજી તરફ, આરોપી શંકર મિશ્રાને વેલ્સ ફાર્ગો એન્ડ કંપનીએ નોકરીમાંથી કાઢી મૂક્યો છે. કંપનીએ કહ્યું- અમે પ્રોફેશનલ બિહેવિયરના હાયર સ્ટાન્ડર્ડ પર કામ કરીએ છીએ. અમારા કર્મચારીનું આવું કૃત્ય માફીને લાયક નથી.