નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે જામિયા અને AMU હિંસા મામલે દખલ કરવાનો ઈનકાર કરતા અરજીકર્તાને સંબંધિત હાઈકોર્ટોમાં જવા માટે કહ્યું છે. આજે અરજી પર સુનાવણી દરમિયાન સીજેઆઈ એસ.એ.બોબડેની આગેવાની વાળી બેંચે અરજીકર્તાઓને પૂછ્યું કે, તમે સીધા જ સુપ્રીમ કોર્ટ શાં માટે આવ્યા? હાઈકોર્ટ કેમ ન ગયા? સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે, જો કોઈ કાયદો તોડી રહ્યું છે, પથ્થર મારી રહ્યું છે, બસો સળગાવી રહ્યું છે તો પોલીસ શું કરે છે? યૂનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પર નોંધાયેલા કેસમાં તેમની ધરપકડ ન થવી જોઈએ. આ સાથે જ સુપ્રીમ કોર્ટે અરજીકર્તાઓને સંબોધિત કરતા કોર્ટમાં જવાનું કહ્યું.
સીધા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવા પર નારાજગી વ્યક્ત કરતા બેંચે વકીલો- ઈન્દિરા જય સિંહ અને નિજામ પાશાને કહ્યું કે, તમે સુપ્રીમ કોર્ટને ટ્રાયલ કોર્ટની જેમ ટ્રીટ ન કરી શકો. બેંકે કહ્યું કે, અમે આમાં દખલ નહી કરીએ. આ કાયદો-વ્યવસ્થાની સમસ્યા છે, બસો કેવી રીતે સળગી? તમે હાઈકોર્ટ શાં માટે ન ગયા? હાઈકોર્ટ સુનાવણીમાં સક્ષમ છે. સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી કે પોલીસ એક્શનથી નારાજ વિદ્યાર્થીઓ જો સંબંધિત હાઈકોર્ટમાં ગયા હોત તો વધારે સારુ હોત.
આ દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સરકારનો પક્ષ રજૂ કરતા કોર્ટને જણાવ્યું કે કોઈ વિદ્યાર્થીની અટકાયત કરવામાં આવી નથી. તેમણે કહ્યું કે હિંસા દરમિયાન 31 પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા છે. 20 ગાડીઓને આગ લગાવવામાં આવી છે. પોલીસ મંજૂરી વગર જામિયા કેમ્પસમાં ઘુસવાના આરોપોએ દાવો કર્યો કે પ્રોક્ટરે પોલીસને વિનંતી કરી હતી.