કોરોના-કેસોમાં રેકોર્ડ વધારોઃ ચાર લાખથી વધુ નવા કેસ

નવી દિલ્હીઃ દેશમાં કોરાના વાઇરસના કેસોમાં ફરી એક વાર રેકોર્ડ ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. પ્રતિદિન કોરોના કેસોમાં નવો રેકોર્ડ બની રહ્યો છે. દેશમાં કોરોનાની સ્થિતિ બદથી બદતર થઈ રહી છે. દેશમાં કોરોનાની બીજી લહેર વધુ ઘાતક બની રહી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 4,01,993 નવા કેસ સામે આવ્યા છે.  દેશમાં સતત દસમા દિવસે કોરોનાના સાડાત્રણ લાખથી વધુ નવા કેસો નોંધવામાં આવ્યા છે. જોકે આમ સતત 14મો દિવસ છે, જ્યારે દેશભરમાં કોરોનાના અઢી લાખથી વધુ કેસ નોંધવામાં આવી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં 3523 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,91,64,969 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 2,11,853 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,56,84,406  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 2,99,988 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 32,68,710 પહોંચી છે. રિકવરી રેટ વધીને 81.84 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.11 ટકા થયો છે.

દેશમાં 15.49 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 15,49,89,635 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 27,44,485 લોકોને રસી આપવામાં આવી હતી.

 દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]