નવી દિલ્હીઃ MBA માટે QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2024ની યાદી આ વર્ષે જાહેર થઈ ગઈ છે. IIM બેંગલોર ભારતની ટોચની B સ્કૂલ છે અને ગ્લોબલ MBA અને બિઝનેસ માસ્ટર માટે ક્વાક્વેરલી સાઇમન્ડ્સ (QS) વર્લ્ડ યુનિવર્સિટી 2024માં 48મા સ્થાન પર છે. આ યાદીમાં સ્ટેનફોર્ડ GSBને MBAનું ટોચનું સ્થાન મળ્યું છે, જ્યારે વ્હાર્ટન સ્કૂલ અને હાર્વર્ડને બિઝનેસ સ્કૂલને બીજા અને ત્રીજા ક્રમાંકે રાખવામાં આવી છે.
એશિયાની ટોચની 250 ઇન્સ્ટિટ્યૂટ્સમાં 10 ભારતીય MBA કોલેજો સામેલ છે. IIM બેંગલોરે 2023ના રેન્કિંગમાં 50મા સ્થાનથી સુધારો કર્યો છે અને 2024માં 48મા ક્રમાંકે છે. IIM-અમદાવાદ અને IIM કોલકાતાને ક્રમશઃ 53મા અને 59મા ક્રમાંકે રાખવામાં આવી છે. રોજગારીની દ્રષ્ટિએ બંને ભારતીય MBA સંસ્થા વિશ્વની 50 સર્વશ્રેષ્ઠ સંસ્થાઓમાંની એક છે.
IIM બેંગલોર વૈશ્વિક સ્તેર 39મા અને એશિયામાં ચોથા સ્થાને છે. ત્યાર બાદ IIM કોલકાતા 46મા અને એશિયામાં સાતમા સ્થાને છે. IIM-અમદાવાદને 33મા અને એશિયામાં બીજા સ્થાને રાખવામાં આવી છે. જ્યારે ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસને 43મા અને એશિયામાં પાંચમું સર્વશ્રેષ્ઠ સ્થાન આપવામાં આવ્યું છે. મૂડીરોકાણ પર રિટર્નને મામલે IIM બેંગલુરુ ટોચની 50માં એકમાત્ર ભારતીય MBA છે, જેમાં એને 31મા ક્રમાંકે રાખવામાં આવી છે.
આ વર્ષની 250 ટોચની સંસ્થાઓમાં ભારતીય – ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ-ઉદેપુર, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ-ઇન્દોર, IIM-લખનઉ, ઇન્ડિયન સ્કૂલ ઓફ બિઝનેસ, મેનેજમેન્ટ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ-ગુરગાંવ, ઇન્ટરનેશનલ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ-કોલકાત અને XLRI-ઝેવિયર સ્કૂલ ઓફ મેનેજમેન્ટ-મુંબઈનો સમાવેશ થાય છે.