નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટે લાલ કિલ્લા પરથી તેમણે આપવાના ભાષણ માટે જનતા પાસેથી સૂચનો માગ્યા છે. વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે મને મારા 15 ઓગસ્ટના ભાષણમાં આપ તમામના બહુમૂલ્ય સૂચનોને શામિલ કરવામાં ખુશી થશે. તેમણે અપીલ કરતાં કહ્યું કે લાલ કિલ્લાની પ્રાચીરથી 130 કરોડ ભારતીય આપના વિચારો સાંભળશે. તેમણે કહ્યું કે તમે મને નમો એપ પર વિશેષ રુપથી બનાવવામાં આવેલા ઓપન ફોરમમાં આપના સૂચનો મોકલો.વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું અને ટ્વીટમાં કહ્યું કે મને 15 ઓગષ્ટના મારા સંબોધન માટે સૂચનો આપવા માટે તમને બધાને આમંત્રિત કરવામાં મને ખુશી થઈ રહી છે. આપના વિચારો લાલ કિલ્લા પરથી 130 કરોડ ભારતીયો સાંભળશે. નમો એપ પર વિશેષ રુપથી બનાવવામાં આવેલા ઓપન ફોરમમાં આપ યોગદાન કરો.ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેન્દ્રની સત્તામાં બીજીવાર આવ્યાં બાદ પ્રથમવાર 15 ઓગસ્ટના દિવસે લાલ કિલ્લા પરથી દેશની જનતાને સંબોધિત કરશે. આ પહેલીવાર નથી કે જ્યારે વડાપ્રધાન મોદી 15 ઓગસ્ટ પર આપવામાં આવનારા પોતાના ભાષણ માટે દેશની જનતા પાસેથી સૂચનો માગ્યા હોય. આ પહેલાં મોદીએ પોતાના પહેલાં કાર્યકાળમાં પણ જનતા પાસેથી સૂચનો માગ્યા હતાં. આપને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણી 2019માં ભાજપને પ્રચંડ બહુમતી મળી છે.