BSNL ને ટ્રેક પર લાવવા માટે 54 હજાર કર્મચારીઓને કાઢવાનો પ્લાન

નવી દિલ્હીઃ એમટીએનએલ અને બીએસએનએલ કર્મચારિઓને સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ યોજનાની રજૂઆત કરવાને લઈને પ્રધાન મંડળ નોટ જાહેર કરવા માટે દૂર સંચાર મંત્રાલય ચૂંટણી આયોગ પાસે મંજૂરી માંગશે. જો કે આ મામલે અંતિમ નિર્ણય ચૂંટણી બાદ આવી શકે છે. આ સીવાય કર્મચારીઓના રિટાયરમેન્ટની ઉંમરમાં પણ 2 વર્ષનો ઘટાડો કરવામાં આવશે. આ યોજનાથી બીએસએનએલમાં 54 હજાર કર્મચારીઓની છટણી થઈ જશે.

દૂરસંચાર વિભાગ પ્રધાન મંડળના વિચાર માટે નોટ તૈયાર કરી રહ્યું છે જેમાં બીએસએનએલ અને એમટીએનએલના 50 વર્ષથી ઉપરના કર્મચારીઓ માટે વીઆરએસની રજૂઆતની ભલામણ થશે. સરકારના એક વરિષ્ઠ અધિકારીએ પત્રકારોને કહ્યું કે વિભાગ બીએસએનએલ અને એમટીએનએલ કર્મચારીઓ માટે વીઆરએસ લાવવાને લઈને પ્રધાન મંડળ એક નોટ તૈયાર કરી રહ્યું છે. વિભાગ પ્રધાન મંડળ પાસે પ્રસ્તાવ મોકલવા માટે મંજૂરી માટે જલ્દી જ ચૂંટણી આયોગ સાથે સંપર્ક કરશે.

બીએસએનએલના કર્મચારીઓની સંખ્યા 1.76 લાખ છે, જ્યારે એમટીએનએલમાં 22,000 કર્મચારી છે. એવું અનુમાન છે કે આવતા પાંચથી છ વર્ષમાં એમટીએનએલના 16,000 કર્મચારી તેમજ બીએસએનએલના 50 ટકા કર્મચારીઓ રિટાયર થઈ જશે. બીએસએનએલ અને એમટીએનએલ માટે વીઆરએસથી ક્રમશઃ 6,365 કરોડ રુપિયા તેમજ 2,120 કરોડ રુપિયાની બચત થઈ શકે છે. વિભાગ વીઆરએસના નાણાકીય પોષણ માટે 10 વર્ષના બોન્ડ જાહેર કરશે. એમટીએનએલ મામલે વેતન અનુપાત 90 ટકા સુધી પહોંચી ગયો છે જ્યારે બીએસએનએલ મામલે આ આશરે 60 થી 70 ટકા છે.

બંન્ને કંપનીઓએ કર્મચારીઓને ગુજરાત મોડલના આધાર પર વીઆરએસ આપવાનો આગ્રહ કર્યો છે. ગુજરાત મોડલ અંતર્ગત કર્મચારીઓને પૂરા કરવામાં આવેલા પ્રત્યેક સેવા વર્ષ માટે 35 દિવસનું વેતન તેમજ રિટાયરમેન્ટ સુધી બચેલા સેવા વર્ષ માટે 25 વર્ષના વેતનની રજૂઆત કરી છે. અધિકારીએ જણાવ્યું કે આમાં 50 વર્ષથી ઉપરના તમામ કર્મચારી આવશે. તેમણે કહ્યું કે આ સ્વૈચ્છિક યોજના છે, ત્યારે આવામાં કર્મચારીઓની વાસ્તવિક સંખ્યાનું નિર્ધારણ ન કરી શકાય.