હૈદરાબાદઃ 27 નવેમ્બરે હૈદરાબાદની ડોક્ટર મહિલા સાથેના જઘન્ય બળાત્કાર અને હત્યાના મામલાને લઇને દક્ષિણના એક નવાસવા ફિલ્મ નિર્માતા ડેનિયલ શ્રવણે આપેલા એક નિવેદનને લઇને આ નિર્માતા પર લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. ડેનિયલે ‘યુવતીઓએ બળાત્કારીઓને સહયોગ આપવો જોઇએ’ તે મતલબનું નિવેદન આપ્યા પછી આ અત્યંત અસભ્ય પ્રકારના નિવેદનને મામલે લોકોનો ગુસ્સો આસમાને પહોંચ્યો હતો.
સોશિઅલ મીડિયા પર તેના નિવેદનને લઇને લોકોએ પ્રતિક્રિયાઓ આપતાં લખ્યું છે સોશિઅલ મીડિયા પર આવા દરિન્દાઓને જલદીથી જલદી મોતની સજા આપવાની મુહિમ ચાલે છે ત્યારે રેપિસ્ટોની સાથે આવા લોકોને પણ ફાંસીએ લટકાવી દેવા જોઇએ.
ફિલ્મકારના નિવેદનને લઇને લોકો સ્તબ્ધ થઈ ગયાં છે. દેશને હચમચાવી નાંખનાર વેટરનરી ડોક્ટર સાથેની ઘટના અંગે ખૂબ જ રોષ છે ત્યારે આવા ફિલ્મકારોની આ કઇ પ્રકારની વિચારધારા છે? ટ્વીટર પર તેને લઇને લોકોએ લાલચોળ પ્રતિક્રિયા આપતાં ફિલ્મકારને બરાબરનો ઝાપટ્યો છે. જેને પગલે ફિલ્મકારે પોતાની પોસ્ટ ડિલીટ કરવી પડી છે.
આ સાથે જ ફિલ્મકારની માતાએ પણ મીડિયાને જણાવ્યું હતું કે તેને શરમ આવે છે કે તેમના પુત્રે આવા વિચાર દર્શાવ્યાં છે.