ડુંગળીના નિવેદનને લઇને નિર્મલા પર કુમાર વિશ્વાસનો વ્યંગ

નવી દિલ્હીઃ જાણીતા કવિ કુમાર વિશ્વાસે નાણામંત્રી નિર્મલા સીતારમણના નિવેદન પર ટ્વિટ કરીને પ્રહાર કર્યા કર્યા છે. વિશ્વાસે લખ્યું છે કે હું એક એવા પરિવારમાંથી આવું છું કે જ્યાં પેટ્રોલ પીવામાં આવતું નથી એટલે પેટ્રોલના ભાવ વધે તો મને કોઈ મુશ્કેલી નથી.

નિર્મલા સીતારમણે ગઇકાલે લોકસભામાં એ મતલબનુ નિવેદન આપ્યું હતું કે, ડુંગળીની વધતી કિંમતોથી વ્યક્તિગત રીતે તેમના પર કોઈ અસર પડી નથી, કારણ કે તેમનો પરિવાર લસણ જેવી વસ્તુઓને ખાસ પસંદ કરતો નથી.  

મંત્રીના આ નિવેદન પછી સોશિયલ મીડિયા પર લોકોએ આનો ખૂબ વિરોધ કર્યો હતો. કુમાર વિશ્વાસે પણ આ મામલે તીવ્ર કટાક્ષ કરીને તેમની ટીકા કરી છે.

કુમાર વિશ્વાસ સિવાય પણ ઘણા લોકોએ ટ્વીટર પર આ મુદ્દે નાણા પ્રધાનની ટીકા કરી છે. એક યુઝરે બે ફોટોગ્રાફ શેર કરતા લખ્યું હતું કે, ડુંગળીના ભાવો મામલે વાત ન કરો કારણ કે નાણાપ્રધાન ડુંગળી ખાતા નથી. અન્ય એક વ્યક્તિએ કહયું કે, સ્મૃતિ ઈરાની ડુંગળી ખાય છે પરંતુ જ્યારે કોંગ્રેસની સરકાર સત્તામાં હોય ત્યારે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]