મુંબઈઃ મહારાષ્ટ્રના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા તહેવારોની સીઝનમાં સમગ્ર રાજ્યમાં ખાદ્ય પદાર્થોની તપાસ માટે વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. આ અભિયાન કમિશનર તુકારામ મુંઢેના નેતૃત્વમાં હાથ ધરવામાં આવ્યું હતું. તહેવારો દરમિયાન રાજ્યભરમાં ચલાવવામાં આવેલા આ અભિયાનમાં 19 ખાદ્ય વેપારીઓનાં લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. આશરે 3.53 લાખ કિલોગ્રામ ખાદ્ય સામગ્રી જપ્ત કરવામાં આવી છે, જેની કુલ કિંમત લગભગ રૂ. 9.01 કરોડ હોવાનું જણાવવામાં આવ્યું છે.
જપ્ત કરવામાં આવેલી સામગ્રીમાં પતંજલિનું ગાયનું ઘી પણ સામેલ છે. છત્રપતિ સંભાજીનગરમાં કંપનીના સુપર ડિસ્ટ્રિબ્યુટર મેસર્સ દિવ્ય મહાવિતરક પાસેથી 2279.7 લિટર ઘી જપ્ત કરવામાં આવ્યું હતું. તેની કિંમત આશરે રૂ. 20.20 લાખ છે. ઘીના પેકેજિંગ પર ખોટી માહિતી આપવાના (મિસ બ્રાન્ડિંગ) અને તેમાં ભેળસેળ હોવાની આશંકાને પગલે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
આ ઉપરાંત મુંબઈ, અમરાવતી અને છત્રપતિ સંભાજીનગરમાં નમકીન, મીઠાઈ અને મસાલા બનાવતી અનેક એકમોનાં લાઇસન્સ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. આ એકમોમાં સ્વચ્છતાનો અભાવ અને ખાદ્ય સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન જોવા મળ્યું હતું.
FDAએ ભિવંડીમાં એવન્યુ સુપરમાર્ટ્સ પાસેથી 1,44,218 કિલોગ્રામ ખાદ્ય તેલ અને સાતારામાં અમીન ટ્રેડર્સ પાસેથી 20,560 કિલોગ્રામ ખાદ્ય સામગ્રી પણ જપ્ત કરી હતી.
28થી 31 ઓક્ટોબર દરમિયાન હાથ ધરાયેલી આ કાર્યવાહીમાં:
- 13 FIR નોંધવામાં આવી.
- 16 લોકોની ધરપકડ કરવામાં આવી.
- સાત એકમોને સીલ કરવામાં આવ્યાં.
- છ વાહનો જપ્ત કરવામાં આવ્યાં.
ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ અને ખાદ્ય સુરક્ષાના નિયમોના ઉલ્લંઘન પર રોક લગાવવા માટે આ કાર્યવાહી કરવામાં આવી હતી.
तुकाराम मुडे साहब ने जब से कारोबार संभाला है, रुकने का नाम ही नहीं ले रहे।
तुकाराम मुडे के खाद एवं औषधि प्रशासन(FDA) ने पतंजलि पर कार्रवाई करते हुए, पतंजलि घी जिसकी कीमत लगभग 20 लाख रूपये बताई जा रही, उसे सीज किया है और यही नहीं लाइसेंस भी कैंसिल…..
Read News https://t.co/bYwt8QKqJd— Shivansh🔱 (@cuteshivi77) November 3, 2026
જાણો કોણ છે કડક IAS અધિકારી તુકારામ મુંઢે
મહારાષ્ટ્ર કેડરના IAS અધિકારી તુકારામ મુંઢે પોતાની કડક કાર્યશૈલી અને નિયમોનું પાલન કરાવવા માટે જાણીતા છે. આ કારણે તેમને પોતાની કારકિર્દીમાં અનેક વખત બદલીનો સામનો કરવો પડ્યો છે. 20 વર્ષની કારકિર્દીમાં મુંઢેની 25 વખત બદલી થઈ ચૂકી છે.




