નવી દિલ્હીઃ સંસદનું આગામી શિયાળુ સત્ર 4 ડિસેમ્બરથી શરૂ થશે. તે 22 ડિસેમ્બર સુધી ચાલશે. 19 દિવસ દરમિયાન સંસદમાં કુલ 15 બેઠકો યોજાશે.
આગામી સત્ર દરમિયાન ઈન્ડિયન પીનલ કોડ (આઈપીસી), ક્રિમિનલ પ્રોસીજર કોડ અને એવિડન્સ એક્ટ જેવા કાયદાઓની બદલીમાં નવા કાયદા લાગુ કરવાના ત્રણ મુખ્ય ખરડાઓને મંજૂરી માટે રજૂ કરવામાં આવશે. ગૃહ ખાતાની સ્થાયી સમિતિએ આ ત્રણેય ખરડાનો સ્વીકાર કરી લીધો છે અને હવે સંસદની મંજૂરીની મ્હોરની રાહ જોવાઈ રહી છે.
