નવી દિલ્હીઃ પાકિસ્તાની નેવી પાસે ચીનની નેવીની 70મી વર્ષગાંઠ પર આયોજિત કાર્યક્રમમાં મોકલવા માટે યુદ્ધજહાજ નથી. આ કાર્યક્રમનું આયોજન આ જ મહિને 23 તારીખના રોજ થવાનું છે. આ પહેલાં ચીન પાકિસ્તાન દ્વારા બે યુદ્ધક વિમાનો શામેલ થાય તેવી અપેક્ષા રાખતું હતું.
પાકિસ્તાન દ્વારા પોતાના યુદ્ધક પોત ન મોકલવાની જાહેરાત કરી દેવામાં આવી છે પરંતુ આની પાછળનું કારણ જણાવવામાં આવ્યું નથી. તો ભારતીય નેવી દ્વારા અરબ સાગરમાં ભારે તેનાતીને આનું કારણ માનવામાં આવી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર પાકિસ્તાની વિદેશ પ્રધાન શાહ મહમૂદ કુરેશીએ મુલ્તાનમાં પત્રકારોને કહ્યું હતું કે ભારત આ મહિનાના અંત સુધીમાં પાકિસ્તાન પર હુમલાની યોજના બનાવી રહ્યું છે. જો કે ભારતે આ આશયની કોઈપણ પ્રકારની જાણ હોવાનો ઈનકાર કર્યો છે.
આ પહેલા પુલવામાં હુમલા બાદ ભારતીય નેવીએ એક નિવેદનમાં કહ્યું હતું કે તે આ ક્ષેત્રમાં યુદ્ધક વિમાન વાહક, પરમાણુ ક્ષમતાવાળી સબમરિન અને ઘણા યુદ્ધ જહાંજો તેનાત કરશે. આ મુદ્દે પર ચીનમાં પાકિસ્તાન એમ્બેસીએ ફોન અને મેસેજનો કોઈ જવાબ ન આપ્યો. આ વચ્ચે ભારત દ્વારા તેના અગ્રણી યુદ્ધક જહાંજોને આઈએનએસ કોલકત્તાને મોકલવામાં આવ્યા છે.
આઈએનએસ કોલકત્તા સ્વદેશી નિર્મિત યુદ્ધ જહાંજ છે. આની સાથે ફ્લીટ ટેંકર અને આઈએનએસ શક્તિ પણ ગયા છે. આ બંન્ને જહાંજો પર ભારતીય નેવીના 500 કર્મચારીઓ પણ છે. રક્ષા વિભાગના પ્રવક્તા કર્નલ વૂ કિયાને ગત મહિને કહ્યું હતું કે અત્યારસુધી 60થી વધારે દેશોએ પોતાના પ્રતિનિધિમંડળના શામિલ થવાની પુષ્ટી કરી દીધી છે.
વર્ષ 2014 બાદ પ્રથમવાર એવું બન્યું છે કે જ્યારે ભારતીય યુદ્ધ જહાંજો ચીન ગયા છે. વિશેષજ્ઞોનું માનવું છે કે ભારત દ્વારા આઈએનએસ કોલકત્તાને મોકલીને ભારત સહયોગ સાથે જ પ્રતિયોગિતાનો પણ સંદેશ આપવા માંગે છે. પ્રથમ નજરમાં આને નૌસેનિક કૂટનીતિ રુપમાં જોવામાં આવી રહ્યું છે.